અમદાવાદ: અમદાવાદમાં  80 વર્ષ જુના જમાલપુરનાં સરદાર બ્રિજનું સમારકામ શરૂ કરાતા વારાફરતી બંને રસ્તા બંધ કરાશે.


અમદાવાદમાં  80 વર્ષ જુના જમાલપુરનાં સરદાર બ્રિજનું સમારકામ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. સમારકામની શરૂઆત બે દિવસ બાદ એટલે કે 15 નવેમ્બરથી શરૂ થશે, અમદાવાદનો આ ખૂબ જ જૂનો બ્રિજ છે. જે 80 વર્ષ જૂનો હોવાથી તેનું સમારકામ કરવું જરૂરી બન્યું છે. જમાલપુરનાં સરદાર બ્રિજની કામગીરી 15 નવેમ્બરથી શરૂ થશે પરંતુ બે મહિના સુધી ચાલશે. 80 વર્ષ જુના જમાલપુરનાં સરદાર બ્રિજનું સમારકામને લઇને બ્રિજનો રસ્તો બંધ કરીને રસ્તાના ડાયવર્ટ કરાશે, જેથી 2 મહિના સુધી વાહન ચાલકોને થોડો મુશ્કેલી અને ટ્રાફિક જામનો સામનો કરવો પડી શકે છે.


15 નવેમ્બરથી 2 મહિના સુધી  જમાલપુરનાં સરદાર બ્રિજની કામગીરા ચાલશે. આ બ્રિજમાં એકસપાન્શન જોઈન્ટ્સ બદલવાની કામગીરી શરૂ કરાશે. જેના કારણે વારાફરતી બન્ને બાજુના રસ્તા બંધ કરાશે. અગાઉ ત્રણ બ્રિજના એક્સપાનશન બદલવાની કામગીરી કરવામાં આવી હતી. . બ્રિજના એક્સપાન્સન જોઇન્ટ અને ડેમેજ રોડનું સમારકાર (road repairing) કરવામાં આવશે. ઉત્તરાયણ સુધીમાં કામગીરી પુરી કરવામાં આવશે.આ પહેલા અમદાવાદના નહેરુ બ્રિજ અને ચામુંડા બ્રિજના એક્સપાન્સન જોઇન્ટનું સમારકામ કરવામાં આવ્યું હતું, મનપા રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના ઈજનેર અધિકારી જીગ્નેશ પટેલનું કહેવું છે કે, આવતીકાલથી 15 નવેમ્બરથી બ્રિજનું સમારકામ શરૂ કરાશે અને ઉત્તરાયણ સુધીમાં કામગીરી પૂર્ણ કરાશે.


હાલ બ્રિજ પરનો રસ્તાની સ્થિતિ ખરાબ હોવાથી વાહનોમાં જર્ક લાગે છે. અગાઉ કરેલા પેચવર્કના કારણે પણ  રસ્તાનું લેવલ ખરાબ થઇ ગયું છે. જેના કારણે વાહનો ચાલકોને મુશ્કેલી પડી રહી છે. જેથી એક્સપાન્સન જોઈન્ટ સાથે રોડનું પણ સમારકામ કરાશે.


સામાન્ય રીતે દરેક બ્રિજના એક્સપાન્સન જોઈન્ટના સમારકામ 10 વર્ષે કરવાની જરૂર પડતી હોય છે.જમાલપુરના સરદાર બ્રિજનું નિર્માણ 1960માં થયું હતું, જ્યારે બીજી તરફનો બ્રિજ 2004ની આસપાસ બન્યો હતો.