અમદાવાદઃ યુવાનોમાં હાલ, ઓનલાઇન ગેમનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. આવો જ ક્રેઝ પબ્જી ગેમનો પણ છે, ત્યારે આવી ગેમ રમતા લોકો અને માતા-પિતા માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં ઓનલાઈન પબ્જી રમતા યુવક અને યુવતી વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. આ પ્રેમસંબંધ આગળ વધતાં યુવકે યુવતી પાસે શારીરિક સંબંધની માંગણી કરી હતી.

જોકે, યુવકની શારીરિક સંબંધની માંગણી યુવતીએ ફગાવી દીધી હતી. એટલું જ નહીં, યુવતીએ એકાઉન્ટ બ્લોક કરી દીધું હતું. બીજી તરફ યુવકે ફેસબુક હેક કરી લીધું હતું. આ પછી ફેસબુકનું એકાઉન્ટ પરત આપવા 50 હજાર રૂપિયાની માંગણી કરી હતી. આથી સોલા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.