અમદાવાદઃ શહેરમાં એક જ દિવસમાં ત્રણ-ત્રણ હત્યાના બનાવ બનતા ખળભળાટ મચી ગયો છે. શહેરના રામોલ વિસ્તારમાં હિચકારો બનાવ બન્યો છે. પ્રેમી યુવકે પરણિત પ્રેમીકાની તેના ઘરે જઈ હત્યા કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જાગી છે. પ્રેમિકાની હત્યા પછી પ્રેમીએ પણ પ્રેમિકાના ઘરે જ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પુષ્પાજંલી સ્કુલ પાસે આવેલી ગાયત્રી સોસાયટીનો બનાવ છે.
આ સિવાય મેમ્કો ભગવતીનગરમાં યુવકની હત્યા કરવામાં આવી છે. અંગત અદાવતમાં ચાર શખ્સો ભેગા મળી યુવકની હત્યા કરી હતી. નીરજ નામના યુવકને છરી અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. શહેર કોટડા પોલીસે હત્યા ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૃર્ક અને આરોપી અગાઉ એક જ ગેંગમાં હતાં.
Ahmedabad : 15 વર્ષની છોકરીને હોટલમાં લઈ જઈ ત્રણ યુવાને પરાણે માણ્યું શરીર સુખ, છોકરીને બ્લીડીંગ થવા લાગતાં થઈ ગઈ બેભાન ને.....
અમદાવાદઃ શહેરના ચાંદખેડ વિસ્તારમાં 15 વર્ષીય સગીરા પર 3-3 યુવકોએ ગેંગરેપ કરતા ખળભળાટ મચી ગયો છે. સગીરાને અડલાજની હોટેલમાં લઈ જઈને ૩ મિત્રોએ ગેંગ રેપ કર્યો હતો. શૈલેષ ભરવાડ, વિજય ભરવાડ અને અન્ય એક વિજય ભરવાડ દ્વારા સગીરાને પીંખી નાંખી હોસ્પિટલમાં મૂકી ફરાર થઈ ગયા હતા. ચાંદખેડા પોલીસે ગેંગરેપનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સગીરા લોહીલુહાણ થતા ઓરપા હોસ્પિલમાં મુકી ભાગી ગયા હતા.
આ અંગેની વધુ વિગતો એવી છે કે, જગતપુરમાં રહેતા શૈલેષ ભરવાડના સંપર્કમાં આ સગીરા આવી હતી. દરમિયાન 10 જુલાઇએ શૈલેષે ફોન કરીને સગીરાને મળવા માટે ગોદરેજ ગાર્ડન સિટી ખાતે મળવા બોલાવી હતી. સગીરા મળવા પહોંચી ત્યારે શૈલેષ તેના બે મિત્રો સાથે કાર લઈને ઉભો હતો.
સગીરા આવતાં તેને કારમાં બેસાડી અડાલજની એક હોટલમાં લઈ ગયા હતા. અહીં રૂમમાં શૈલેષે સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી તેના બે મિત્રોએ પણ સગીરા પણ વારા ફરતી બળાત્કાર ગુજાર્યો હતો. જેને કામે સગીરાના ગુપ્તાંગમાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને બેભાન થઈ ગઈ હતી.
આમ, સગીરાની તબિયત બગડતા ત્રણેય તેને કારમાં બેસાડીને હોસ્પિટલ લઈ ગયા હતા તેમજ અહીં હોસ્પિટલના સ્ટાફને સગીરા રસ્તામાં ચક્કર ખાઈને પડી ગઈ હોવાથી અહીં લાવ્યા હોવાનું કહીને એડમિટ કરાવી હતી અને પછી ત્યાંથી નકળી ગયા હતા.
ચાંદખેડા પોલીસે ત્રણેય સામે ગેંગરેપનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જોકે, તેમનો કોઈ પત્તો લાગ્યો નથી. પોલીસે તેમના નંબર ટ્રેસિંગમાં મૂકી તપાસ હાથ ધરી છે. તેમજ ગુનામાં વપરાયેલી કાર લઈને ભાગ્યા હોવાથી પોલીસે સીસીટીવીને આધારે શોધખોળ શરૂ કરી છે.