અમદાવાદઃ અમદાવાદમાં સર્જાયેલા એક વિચિત્ર અકસ્માતમાં એક પરિવારે પોતાનો દીકરો ગુમાવવાનો વારો આવ્યો છે. રખડતા ઢોરની અડફેટે આવ્યા બાદ ડમ્પર ચડી જવાના કારણે સરદાર નગર વિસ્તારમાં રહેતા એક યુવકનું મૃત્યુ છે. 31 વર્ષીય આકાશ શર્મા અને તેમની માતા સરદારનગર વિસ્તારમાં આવેલા રેમ્બો ફ્લેટમાં રહેતા હતા. 16 ઓગસ્ટના રોજ રાત્રે આકાશ પોતાનું કામ પતાવી અને ઘરે આવી રહ્યો હતો ત્યારે વરસાદમાં રખડતા ઢોરની અર્થે તે આવતા તેનું વાહન સ્લીપ થઈ ગયું. આ જ સમયે પાછળથી આવતા ડમ્પર ચાલકે ડમ્પરને બ્રેક મારવાના બદલે સીધું વાહન આકાશ ઉપર જ ચડાવી દીધું અને ત્યાંથી ફરાર થઈ ગયો.


આકાશના મૃત્યુ બાદ તેમની માતા નીતા શર્મા અને પરિવારજનો ન્યાયની માંગણી કરી રહ્યા છે.  રખડતા ઢોર અને બેફામ ચાલતા વાહનોના કારણે પરિવારોએ પોતાના જુવાન જોધ દીકરાઓ ગુમાવવાના આવે તેવી સ્થિતિ ના હોવી જોઈએ અને પરિવારને ઝડપી ન્યાય મળે તેવી વિનંતી પણ કરી રહ્યા છે.


અમદાવાદના એક જ પરિવારના 3 લોકો સહિત 4નાં કાર અકસ્માતમાં મોત
અમદાવાદઃ જન્માષ્ટમીના તહેવારના દિવસે જ અલગ અલગ ચાર અકસ્માતમાં 10 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે.  અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માતમાં  ચાર વ્યક્તિઓના મોત થયા છે. ટ્રક પાછળ કાર ઘૂસતા અકસ્માત સર્જાયો હતો. એક્સપ્રેસ વે પર રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે અક્સ્માત સર્જાયો હતો. અમદાવાદથી વડોદરા તરફ જઈ રહેલ કારને અક્સ્માત નડ્યો હતો. અક્સ્માતમાં બે મહિલા , એક પુરુષ , એક અઢી વર્ષની બાળકીનું ધટના સ્થળે મોત થયું છે. તમામ મૃતકો અમદાવાદ વટવા વિસ્તારના રહેવાસી છે. તમામ મૃતકોને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા છે.


આ અંગે સાગરભાઈએ જણાવ્યું કે, તેમના ભાઈને ભરુચ ખાતે અકસ્માત થયો હોવાના સમાચાર મળતાં મારા મમ્મી અને અન્ય પરિવારના સભ્યો કાર લઈને નીકળ્યા હતા. જોકે, તેમને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. નડિયાદ પાસે અકસ્માત થતાં મમ્મી, ભાભી, ભત્રીજી અને મિત્રનું મોત થયું. 


મૃતકોના નામ


જયશ્રીબેન કિરીટભાઈ પુરાણી
કૃતિ આશિષભાઈ પુરાણી
જૈની આશિષભાઈ પુરાણી
અકબરખાન ફિરદોશખાન પઠાણ (ડ્રાઈવર)


અમદાવાદ અસલાલી પાસે અકસ્માતમાં 3ના મૃત્યુ થયા છે. ખેડાના રડું ગામના પટેલ પરિવારને નડ્યો અકસ્માત. ડોકટર્સ સહિત 3 લોકોના થયા મૃત્યુ. અકસ્માતમાં એકને ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ ખસેડાયા છે. રોડ ઉપર ઉભેલ ડમ્પર પાછળ કાર ઘૂસતા અકસ્માત થયો હતો. 


અમદાવાદ એસ.જી. હાઇવે પર લોડિંગ રિક્ષાની ટક્કરથી મહિલાનું મૃત્યુ થયું છે. સરખેજ લકી એસ્ટેટ-સાબર હોટેલ પાસેની ઘટના. મહિલાને અકસ્માત બાદ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. મહિલાનું સારવાર દરમ્યાન થયું મૃત્યુ. એસ.જી. હાઇવે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


દાહોદ રાત્રી દરમિયાન હીટ અન્ડ રનની ઘટના ઘટી હતી. લીમખેડા સર્કીટ હાઉસ નજીક રેતીના ડમ્પર ચાલકે બાઈકને અડફેટે લેતા એકનું મોત થયું છે. અકસ્માતમા બાઈક સવાર બે યુવકો પૈકી એક યુવકને ગંભીર ઈજાઓ થઈ છે. એકને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે દાહોદ હોસ્પિટલ મા ખસેડાયો છે. ડમ્પર ચાલક બાઈકને 500 મીટર સુધી ઘસડીને લાવ્યો. ડમ્પર ચાલક અકસ્માત સર્જી ડમ્પર મુકી થયો ફરાર. ઘટનાની જાણ થતા લીમખેડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે.