અમદાવાદઃ શહેરમાં કાકડીના વેપારીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. શહેરના સોલા વિસ્તારમાં વેપારીએ આપઘાત કર્યો છે. લોકડાઉનના કારણે દેવું વધી જતાં આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. વેપારીના આપઘાતને કારણે પત્ની અને 6 સંતાનવાળો પરિવાર નિરાધાર થઈ ગયો છે.


મળતી વિગતો પ્રમાણે કાકડીનો વેપારી ભાડાની જમીન પર કાકડીની ખેતી કરીને વેંચતા હતા. જોકે, કોરોનાના કહેરને પગલે સમગ્ર ગુજરાત સહિત દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. એમાં પણ અમદાવાદમાં 15મી મેના સવારે છ વાગ્યા સુધી દૂધ અને દવા સિવાયની દુકાનો ખોલવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.

આ નિયમને કારણે કાકડીનો વેપારી પોતાની લારી લગાવી શક્યો નહોતો. જેના આઘાતમાં 13મી મેની મોડી રાત્રે ગળેફાંસો લગાવી લીધો હતો.