અમદાવાદ : અમદાવાદમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને શહેરના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં 2.5 ઈંચ વરસાદ પડ્યો હતો. અમદાવાદ પૂર્વમાં 2 ઈંચ અને પશ્ચિમમાં 2.4 ઈંચ વરસાદ નોંધાયો છે. સામાન્ય વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા.


અમદાવાદમાં માત્ર 2.5 ઈંચ વરસાદમાં જ તંત્રની પોલ ખુલી હતી. આઈઆઈએમ રોડ પાસે વરસાદનું પાણી ભરાયું હતું જ્યારે હેલ્મેટ ચાર રસ્તાથી એઈસી બ્રીજ સુધી પાણી ભરાતા લોકો અટવાયા હતા. મોટાભાગના લોકોના વાહનો પાણીના કારણે બંધ થયા હતા.

શહેરના પ્રહલાદનગર, એલિસબ્રિજ, જશોદાનગર, બોપલ-ઘૂમા, એસ.જી. રોડ, સાયન્સ સિટી, શ્યામલ, શીવરંજની સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

આશ્રમ રોડ પર ભારે વરસાદને કારણે એક વૃક્ષ પણ ધરાશાયી થયું છે. ભારે વરસાદને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. તેમજ લોકોને હેડલાઇટ ચાલું કરીને વાહન ચલાવવું પડી રહ્યું છે.