અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. અમદાવાદના અસારવામાં છેલ્લા બે દિવસમાં 30 અને શાહીબાગમાં 20 કેસ નોંધાયા છે. અમદાવાદના પૂર્વ ઝોનમાં નિકોલમાં બે દિવસમાં 26, જ્યારે અમરાઈવાડીમાં 23 કેસ નોંધાયા છે. જ્યારે ઉત્તર ઝોનમાં બાપુનગરમાં છેલ્લા બે દિવસમાં ૧૯, જ્યારે નરોડામાં 25 કેસ નોંધાયા છે.


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 480 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 30 દર્દીઓના મોત થયા છે. ગઈ કાલે 319 દર્દીઓને સારવાર ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો આંક 20 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 20,097 થઇ છે અને મૃત્યુઆંક 1249 પર પહોંચ્યો છે. ગઈ કાલે નવા નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 318, સુરતમાં 64, વડોદરામાં 35, ગાંધીનગરમાં 19, મહેસાણા-6, સાબરકાંઠા-6, પાટણ 5, ખેડા 4, સુરેન્દ્રનગર 4, રાજકોટ 3, આણંદ 3, ભાવનગર 2, ભરૂચ 2, વલસાડ 2, અરવલ્લી, કચ્છ, દાહોદ, નવસારી, અમરેલીમાં 1-1 કેસ અને અન્ય રાજ્ય 2 કેસ નોંધાયા છે.
મધ્યમાં ઝોનમાં વોર્ડ દીઠ નોંધાયેલ કેસ

અસારવા 13
દરિયાપુર 2
ખાડિયા 11
શાહીબાગ 10
શાહપુર 3

પૂર્વ ઝોનમાં વોર્ડ દીઠ નોંધાયેલ કેસ

અમરાઈવાડી 10
ભાઈપુરા હાટકેશ્વર 5
ગોમતીપુર 5
નિકોલ 14
ઓઢવ 6
વસ્ત્રાલ 2
વિરાટનગર 7

ઉત્તર ઝોનના વોર્ડ દીઠ નોંધાયેલ કેસ

બાપુનગર 7
ઇન્ડિયા કોલોની 4
કુબેર નગર 5
નરોડા 14
સૈજપુર બોઘા 3
સરસપુર રખિયાલ ૫
સરદાર નગર 6
ઠક્કરબાપાનગર છ

ઉત્તર પશ્ચિમ ઝોનમાં વોર્ડ દીઠ નોંધાયેલ કેસ

બોડકદેવ 5
ચાંદલોડિયા 7
ઘાટલોડીયા 9
ગોતા 4
થલતેજ 11

દક્ષિણ ઝોનમાં વોર્ડ દીઠ નોંધાયેલ કેસ

દાણીલીમડા 4
ઇન્દ્રપુરી 6
ઇસનપુર 6
લાંભા 1
મણીનગર 7
વટવા 8

દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વોર્ડ દીઠ નોંધાયેલ કેસ

જોધપુર 6
મકતમપુરા 6
સરખેજ 9
વેજલપુર 8
પશ્ચિમ ઝોનમા વોર્ડ દીઠ નોંધાયેલ કેસ

ચાંદખેડા 6
નારણપુરા 6
નવાવાડજ 7
નવરંગપુરા 8
પાલડી 12
રાણીપ 5
એસપી સ્ટેડિયમ 4
સાબરમતી 3
વાસણા 4