Ahmedabad: અમદાવાદમાથી વધુ એક મોટી ગુનાખોરીની ઘટના પ્રકાશમાં આવી છે, અહીં ટ્રેનમાંથી ગાંજો મળી આવ્યો છે. માહિતી પ્રમાણે, અમદાવાદમાં પૂરી ગાંધીધામ ટ્રેનમાંથી બિનવારસી સ્થિતિમાં 23 પેકેટ ભરેલી ત્રણ બેગો મળી આવી હતી. પોલીસને મળી આવેલો આ ગાંજો લગભગ 27 કિલો 870 ગ્રામનો જથ્થો છે.



પોલીસે 10 લાખનો બિનવારસી ગાંજાનો જથ્થો પકડ્યો, ટાંકામાં બૉક્સ કરીને મુકેલા હતા 50 પેકેટ


સુરત જિલ્લામાંથી વધુ એકવાર ગાંજાનો જથ્થો પકડાયો છે, કતારગામ પોલીસે 10 લાખ રૂપિયાનો બિનવારસી ગાંજાનો જથ્થો પકડી પાડ્યો છે, લગભગ 50 જેટલા ગાંજાના પેકેટને મ્યૂનીસીપલ કૉર્પોરેશનના ભોયતળીયામાં એક ટાંકામાં બૉક્સ કરીને મુકવામાં આવેલો હતો. સુરતની કતારગામ પોલીસે 10 લાખનો બિનવારસી ગાંજાનો જથ્થો પકડી પાડ્યો છે, કતારગામ જીઆઇડીસી રેલ્વે પટરી પાસે આવેલ ગુણાતીતનગરમાંથી આ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે, મ્યૂનીસિપલ કોર્પૉરેશનની બંધ મુતરડીમાં આવેલ ભોયતળીયાના ખાલી ટાંકામાથી આ ગાંજો મળી આવ્યો છે. બંધ મુતરડીના ભોયતળીયે આવેલા ટાંકામાંથી ખાખી કલરના પ્લાસ્ટિકમાં સુવ્યવસ્થીત રીતે પેકીંગ કરેલી હાલતમાં કુલ ૫૦ પેકેટ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે બેગમાંથી ૧૦૦.૯૨ કિ.ગ્રા ગાંજાનો જથ્થો કબ્જે કરી ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે.


 


શરમજનક ઘટના, પતિ પોતાની જ પત્નીને કરતો હતો દેહવ્યાપાર માટે દબાણ, ન્યૂડ તસવીરો વાયરલ કરી, ને પછી.........


અમદાવાદમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે, અહીં પત્નીએ જ પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, આ ફરિયાદમાં પતિ પોતાના પત્નીને દેહવ્યાપાર કરવાનો માટે દબાણ કરતો હોવાની વાત સામે આવી છે. અમદાવાદના નરોડા વિસ્તાર રહેતી એક મહિલાએ પોતાના પતિ અને અન્યો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે, ફરિયાદ અનુસાર, મહિલાનો આરોપ છે કે, તેનો પતિ તેને દેહવ્યાપાર કરવા માટે દબાણ કરતો હતો, એટલુ જ નહીં પતિએ તેના સાગરિતો સાથે મળીને પત્નીના ફોટાને મૉર્ફ કરીને ન્યૂડ બનાવ્યા હતા, આ તમામ ફોટાને વાયરલ કરાયા બાદ પત્નીએ પોતાના પતિ અને અન્યો સામે ફરિયાદ નોંધાવી હતી. 


 


અમદાવાદમાં મોટી ચોરી, પરિવાર બહાર હતો ને ચોર ઘરમાંથી 8 લાખ અને દાગીના લઇને ફરાર....


અમદાવાદમાં મોટી ચોરીની ઘટના સામે આવી છે, ચોરે એક ઘરમાંથી 8 લાખથી વધુ રૂપિયાની ચોરી કર્યાની ફરિયાદ સામે આવી છે. ખરેખમાં, રખિયાલ વિસ્તાર પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની ફરિયાદ નોંધાઇ છે. ચોરીની ઘટના અમદાવાદના રખિયાલ વિસ્તારમાં નોંધાઇ છે, રખિયાલમાં મહાગુજરાત બેકરી પાસે પંડીતજીની ચાલીમાં એક ઘરમાં આ ચોરીની ઘટના ઘટી છે, અહીં જ્યારે પરિવાર બહાર ગયો હતો તે સમયે જ ચોરે ઘરનો દરવાજો તોડીને ઘરમાંથી 8 લાખ 55 હજાર રૂપિયાની ચોરી કરી હતી, એટલું જ નહીં ઘરમાંથી રોકડની સાથે સાથે દાગીના પણ ઉઠાવી ગયો હતો. ચોરી થઇ તે દરમિયાન ફરિયાદી ઘર બંધ કરીને પોતાના વતનમાં ગયેલા હતા, હાલમાં આ ઘટનાની ફરિયાદ રખિયાલ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે, અને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.