અમદાવાદઃ અમદાવાદ શહેરમાં મેટ્રોની શરુઆત થઈ ચુકી છે. હાલ મેટ્રોમાં મુસાફરી કરતા લોકોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ મેટ્રો સુધી પહોંચ્યા બાદ મુસાફરોને પોતાના વાહન પાર્કિંગની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. વસ્ત્રાલથી થલતેજ ગામ સુધી અને ગ્યાસપુરથી મોટેરા સ્ટેડિયમ સુધી દોડનારી મેટ્રો સુધી પહોચ્યાં બાદ પોતાના વાહન ક્યાં પાર્ક કરવા તેને લઈને મૂંઝવણમાં હતા. હવે આ સમસ્યાનો નિકાલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
14 થી 16 સ્થળોએ બનશે પાર્કિંગ
મેટ્રોના મુસાફરોને પોતાના વાહન પાર્ક કરવા માટે હવે મેટ્રો સ્ટેશન નજીક જ અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગ, ઓન સ્ટ્રીટ પાર્કિંગ, ઓફ સ્ટ્રીટ પાર્કિંગ સહિતની સુવિધા ઉભી કરવા આદેશ આપવામાં આવ્યા છે. આ પાર્કિંગની સુવિધા મેટ્રો સ્ટેશનથી 500 મીટરના અંતરના વિસ્તારમાં મળી શકશે. આ પહેલાં અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં એસ્ટેટ વિભાગને વાહન પાર્કિંગના પ્લોટની ફાળવણી કરવા સૂચના આપવામાં આવી હતી. આદેશ મળ્યા બાદ એસ્ટેટ વિભાગે પ્લોટની માત્ર મુલાકાત લીધી હતી પરંતુ મેટ્રો શરુ થયા બાદ પણ પાર્કિંગની સુવિધા મળી શકી નહોતી. જો કે, હવે નવા આદેશ મુજબ 14 થી 16 સ્થળોએ પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવશે.
અમિત શાહે ભાજપની ગૌરવ યાત્રાના બીજા તબક્કાનો કરાવ્યો પ્રારંભ, કહ્યુ- દેશના અર્થતંત્રને PM મોદીએ મજબૂતી આપવાનું કામ કર્યું
અમદાવાદઃ ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાના બીજા તબક્કાનો પ્રારંભ થયો હતો, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ઝાંઝરકાથી ભાજપની ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ યાત્રા ઝાંઝરકાના સંત સવૈયાનાથજીથી સોમનાથ મંદિર સુધી યોજાશે.
આ અવસર પર લોકોને સંબોધતા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે દેશના અર્થતંત્રને PM મોદીએ મજબૂતી આપવાનું કામ કર્યું છે. નરેન્દ્ર ભાઇના નેતૃત્વમાં ગગનચુંબી રામ મંદિર બનવાનું શરૂ થઇ ગયું છે. વર્ષોથી યાત્રાધામો સામે કોગ્રેસ જોતી પણ નહોતી. નરેન્દ્રભાઇએ એક ઝાટકે કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધી હતી. 1990થી ગુજરાતની જનતા ભાજપને જીતાડતી આવી છે.
વધુમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ગૌરવ યાત્રા ભાજપની ભરોસાની સરકારનો હિસાબ કિતાબ આપશે. ભૂપેન્દ્રભાઇના નેતૃત્વમાં રોકાણકારોની લાઇનો લાગી છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં જનતાએ જે વિશ્વાસ મુક્યો તેનું ગૌરવ છે. અમિત શાહે કહ્યું કે નરેન્દ્ર મોદીના વિઝનથી દેશ વિકાસના પથ પર આગળ વધી રહ્યો છે. ગુજરાતની જનતાએ ભાજપ પર હંમેશા ભરોસો કર્યો છે. ગુજરાતમાં ભાજપની ફરીથી સરકાર બનવાની છે તેના ભરોસાની યાત્રા છે. કોગ્રેસની સરકારમાં વીજળી કે પાણી મળતું નહોતું. કોગ્રેસની સરકારે ફક્ત રમખાણો આપ્યા. કોગ્રેસની સરકારમાં 200 દિવસ સુધી કર્ફ્યૂ રહેતું હતું.