સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદમાં કોરોનાના કેર વચ્ચે મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ રાહત આપતી આશા જન્માવી છે અને નાગરિકોનો સહકાર મળશે તો મે મહિનાના અંત સુધીમાં અમદાવાદમાંથી કોરોના પર કાબુ મેળવી લેવાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વિજય નહેરાએ અમદાવાદના નાગરિકોને અપીલ કરતાં કહ્યું કે, જો લોકો લાકડાઉનનું શિસ્તથી અમલ કરે તો મે મહિનાના અંત સુધીમાં અમદાવાદમાંથી કોરોનાનો સફાયો થઈ જશે.
અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરા આજે રાહતના સમાચાર આપતા જણાવ્યું હતું કે, જો નાગરિકો સહકાર આપશે તો મે મહિનાના અંત સુધીમાં અમદાવાદમાં કોરોનાના કહેર પર કાબૂ મેળવી લેવામાં આવશે તેની ખાતરી હું આપુ છું. જનતા જો લોકડાઉનનું સ્વયંભૂ પાલન કરશે અને નિયમોની જાળવી રાખી ઘરોમાં રહેશે તો કોરોના પર જલ્દી કાબૂ મેળવી લેવામાં આવશે.
અમદાવાદમાં કોરોનાના સતત વધી રહેલા કેસો વચ્ચે સૌપ્રથમ વખત દર્દીને પ્લાઝમા ટ્રાન્સમિશન અપાયું છે. અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં ડોનર્સની સહમતિથી પ્લાઝમા મેળવીને ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યાર બાદ દર્દીને પ્લાઝમા થેરાપી આપવામાં આવી છે. પ્લાઝમા ટ્રાન્સમિશન અપાયા બાદ દર્દીની તબિયત સ્થિર છે.
અમદાવાદમાં અત્યારે સુધી 1298 પોઝિટિસ નોંધાયા છે જેમાં 43 લોકોના મૃત્યુ થયું છે જ્યારે 49 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. અમદાવાદના અનેક વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો છે.
અમદાવાદમાં કયા મહિનામાં કોરોનાનો કહેર ખતમ થઈ જશે? વિજય નહેરાએ લોકોને શું કરી મોટી અપીલ? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Apr 2020 01:46 PM (IST)
અમદાવાદમાં કોરોનાના કેર વચ્ચે મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ રાહત આપતી આશા જન્માવી છે અને નાગરિકોનો સહકાર મળશે તો મે મહિનાના અંત સુધીમાં અમદાવાદમાંથી કોરોના પર કાબુ મેળવી લેવાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો
- - - - - - - - - Advertisement - - - - - - - - -