Ahmedabad Murder And Crime: અમદાવાદમાં વધુ એક મર્ડરની ઘટના ઘટી છે, ગઇરાત્રે રિવરફ્રન્ટ પર યુવાનની ગોળી મારીને હત્યા કરાયા બાદ આજે સવારે વધુ એક યુવાનને ચપ્પૂના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. આ ઘટના શહેરના શાહપુર વિસ્તારમાં બની છે, હાલમાં પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. 


મળતી માહિતી પ્રમાણે, આજે સવારે અમદાવાદમાં બીજી મર્ડરની ઘટનાએ પોલીસ તંત્ર પર સવાલો ઉભા કરી દીધા છે. અમદાવાદનાં શાહપુર પોલીસ સ્ટેશનની હદમાં સવારે હત્યાનો બનાવ બન્યો હતો. આજે સવારના 09:30 ની આસપાસનો અંગત અદાવતના કારણે એક હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. મિર્ઝાપુર કુરેશ હૉલ પાસે એક યુવાન પર ઉપરાંછાપરી ચપ્પૂના જેવી તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકવામાં આવ્યા હતા, આ પછી તેનું મોત થઇ ગયુ હતુ. ઘટનામાં હત્યારા અને મૃતક વચ્ચે ધંધાકીય બાબતને લઇને ઝઘડો ચાલી રહ્યો હતો, અને આ અંગત અદાવતના કારણે આજે સવારે હત્યારા આરોપીએ 25 વર્ષીય મોહમદ બિલાલ પર ઉપરાછાપરી ચપ્પૂના ઘા મારી દીધા, આ પછી મોહમદ બિલાલ મૃત્યુ પામ્યો હતો. હાલ પોલીસે આ હત્યા મામલે ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે, અને ફરાર આરોપીએને ઝડપવા માટે ચક્રો ગતિમાન કરી દીધા છે. 


ચીકલીકર ગેન્ગનો આતંક, પોલીસે ચીકલીકર ગેન્ગના ત્રણ સાગરિતોને ઝડપ્યા


સુરતમાં પોલીસે એક ચોરી કરતી એક મોટી ગેન્ગને પકડી પાડી છે, અને તેની મૉડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે. શહેરમાં નકલી ચાવી બનાવીને ચોરી કરનારી ચીકલીકર ગેન્સ પાસેથી પોલીસે 18 ગુનાના ભેદ ઉકેલ્યા છે અને 8.30 લાખનો મુદ્દામાલ પણ કબજો કર્યો છે, આ ચોરી કરનારી ચીકલીકર ગેન્ગના ચાર સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, સુરતમાં છેલ્લા કેટલાય સમયથી ચીકલીકર ગેન્ગે આતંક મચાવીને મુક્યો છે. નકલી ચાવી બનાવીને શહેરમાં ઠેર ઠેર આ ગેન્ગ દ્વારા ચોરીની ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો હતો, હવે પોલીસે આ આખી ગેન્ગને પકડી પાડી છે અને ચીકલીકર ગેન્ગનો મોટો પર્દાફાશ થયો છે. નકલી ચાવી બનાવીને ચોરી અને લૂંટફાટ કરતી ચીકલીકર ગેંગનો પર્દાફાશનો થયો છે. ચીકલીકર ગેન્ગના ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ તમામ પાસેથી 8.30 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ચીકલીકર ગેન્ગ નકલી ચાવી બનાવીને ચોરી-લૂંટની ઘટનાને અંજામ આપવામાં ખુબ માહીર છે. આ સાથે જ પોલીસે આ ગેન્ગ પાસેથી બાઇક-ઇકો અને ઘરફોડ ચોરીના 18 જેટલા ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આ ચીકલીકર ગેન્ગ બાઇક, મૉપેડ, ઇકૉ કારની ચોરી કરીની સાથે સાથે ઘરફોડ ચોરી પણ કરતી હતી. હાલ પોલીસે આ ગેન્ગના 3 સાગરિતોને શહેરના ઉધના વિસ્તારમાંથી પોલીસે પકડી પાડ્યા છે. આ પછી આ ત્રણેય પાસેથી કુલ 18 ગુનાનો ભેદ ઉકેલાયો હતો. ઉધના પોલીસે ઉધના બીઆરસી સતનામ ચાર રસ્તાથી એક ઇકોને અટકાવી આ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. 









કિર્તનસીંગ પંચમસિંગ ભાદા 
દિપસીંગ કલાની 
રાણાસીગ અવતારસિંગ અંધરેલી