Ahmedabad News: અમદાવાદમાં ચોમાસા દરમિયાન મોટી સંખ્યામાં ભૂવા પડતા હોય છે. ઉપરાંત વરસાદી પાણી ભરાઈ જવાના કારણે રોડ રસ્તાના હાલત દયનીય બની જતી હોય છે. શહેરના ઘણા રસ્તા મગરની પીઠ જેવા બની ગયા હોય તેમ લાગતું હોય છે. ચોમાસામાં રોડ અને ભુવાના સમારકામ પાછળ એએમસીએ 14 કરોડનો ખર્ચ કર્યો હોવાનું સામે આવ્યું થે.

ચોમાસાના ચાર મહિના AMC ને 14 કરોડમાં પડ્યા

વરસાદી પાણીના કારણે શહેરમાં 35000 ખાડા અને 96 ભુવા પડ્યા છે. રોડના અને ભુવાના સમારકામ પાછળ AMC એ કર્યો 14 કરોડનો માતબર ખર્ચ કર્યો છે. રોડ કમિટી ચેરમેને દાવો કર્યો કે, તૂટેલા રોડ પૈકી મોટાભાગના રોડ 2019ની સાલ પહેલા બનેલા છે. કોન્ટ્રાક્ટરની મુદ્દત ત્રણ વર્ષ હોવાના કારણે રોડના સમારકામનો ખર્ચ AMC એ ઉઠાવવો પડશે. ટોરેન્ટ,BSNL, રિલાયન્સ જેવી કંપનીઓના ખોદકામના કારણે પણ અનેક રોડ ઉપર સમારકામ કરવા જરૂરી બન્યા હોવાનું રોડ કમિટી ચેરમેને જણાવ્યું હતું.


ભારત-પાકિસ્તાન મેચ થઈ શકે છે રદ્દ, જાણો શું છે કારણ


T20 વર્લ્ડ કપ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. તમામ ટીમો વર્લ્ડ કપની તૈયારીમાં વ્યસ્ત છે. આ વર્ષનો વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં રમાશે. વર્લ્ડ કપની સૌથી મોટી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. તમામ ક્રિકેટ પ્રેમીઓ આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બંને ટીમો વચ્ચેની મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ મેચ 23 ઓક્ટોબરે રમાવાની છે. પરંતુ આ મેચ થવાની શક્યતા ઓછી છે.


વરસાદ બની શકે છે વિલન


વર્લ્ડ કપના શેડ્યૂલ મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે આ મેચ 23 ઓક્ટોબરે મેલબોર્નમાં રમાશે. પરંતુ 23 ઓક્ટોબરે મેલબોર્નમાં વરસાદ મેચમાં વિક્ષેપ પાડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, મેલબોર્નમાં 20 ઓક્ટોબરથી 28 ઓક્ટોબર સુધી વરસાદની શક્યતા છે. આવી સ્થિતિમાં આ મેચની આતુરતાથી રાહ જોઈ રહેલા તમામ ક્રિકેટ પ્રેમીઓના દિલ તૂટી શકે છે. હવામાનની આગાહી અનુસાર, 23 ઓક્ટોબરે વરસાદની 60% શક્યતા છે. સાથે જ લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અને મહત્તમ તાપમાન 19 ડિગ્રી રહેવાની સંભાવના છે.


મેચ રદ્દ થાય તો શું થશે


ભારે વરસાદને લીધે જો આ મેચ રદ થાય છે તો બંને ટીમને 1-1 અંક મળશે. આઇસીસીએ આ સંબંધિત નિર્દેશન પહેલાં જ જાહેર કરી ચૂકી છે. ખાસ વાત તો  એ છે કે સુપર 12 સ્ટેજની મેચો માટે કોઇ રિઝર્વ ડે પણ ફાળવવામાં આવ્યો નથી તેથી રદ થયેલ મેચ બીજા દિવસે રમવાનું પણ શક્ય બનશે નહીં.


કરોડો ચાહકોના દિલ તૂટી જશે


વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વર્ષે એશિયા કપમાં બંને ટીમો વચ્ચે મેચ રમાઈ હતી. બંને ટીમો કુલ બે મેચ રમી હતી. જેમાંથી ભારત અને એક મેચ પાકિસ્તાને જીતી હતી. ભારતીય ચાહકો ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનના હાથે મળેલી હારનો બદલો લેવા માટે રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં હવામાનનો આવો મિજાજ કરોડો ચાહકોના દિલ તોડી શકે છે. ગત વર્લ્ડ કપમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ શાનદાર મેચની તમામ ટિકિટો વેચાઈ ચૂકી છે.