Ahmedabad News: અમદાવાદ શહેરમાં રોંગસાઇડ વાહન (wrong side driving) ચલાવવાના કારણે વાહન અકસ્માતના (accidnets) ગંભીર બનાવો અવાર નવાર સર્જાય છે. આ અકસ્માતોમાં મૃત્યુંદર અને ગંભીર ઇજાઓના બનાવો પણ બને છે. જેથી અમદાવાદ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો ઘટે અને તેમજ ટ્રાફિકના નિયમોનું (traffic rules) યોગ્ય રીત પાલન થાય તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આવતીકાલથી (22 જૂન થી 30 જૂન) સુધી સમગ્ર શહેરમાં ખાસ ડ્રાઇવનું  (ahmedabd traffic police special drive) આયોજન રાખવામાં આવ્યું છે.


અમદાવાદમાં રોંગ સાઇડમાં વાહન ચલાવતા લોકોને પાઠ ભણાવવા માટે આવતીકાલથી વિશેષ ડ્રાઈવ યોજાશે. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 22 થી 30 જૂન દરમિયાન યોજાનારી આ ડ્રાઇવમાં ટ્રાફિક જવાનો દ્વારા નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને પાઠ ભણાવાશે. રોંગ સાઈડમાં વાહન ચલાવતા ચાલકો સામે IPC 279 અને મોટર વ્હીકલ એક્ટ 184 હેઠળ ગુનો નોંધાશે.


આવતીકાલથી 10 દિવસ માટે યોજાનારી ડ્રાઇવ દરમિયાન રોંગ સાઇડમાં વાહન ચલાવનાર વાહનચાલકો મોટી મુશ્કેલી મુકાશે. આ ખાસ ડ્રાઇવમાં ટ્રાફિક પોલીસ દ્વારા આવા વાહનચાલકોને દંડ ફટકારવામાં નહી આવે પરંતુ સીધી જ એફઆઇઆર નોંધી પોલીસ કેસ દાખલ કરવામાં આવશે.શહેરમાં રોંગ સાઇડમાં વાહન ચલાવવાના કારણે સતત ટ્રાફિક તેમજ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આવતીકાલથી (22 જૂન થી 30 જૂન) સુધી એક સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવશે. જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસની મદદ આ ડ્રાઇવનું આયોજન કરવામાં આવશે.


આ ડ્રાઇવ દરમિયાન રોંગ સાઇડ ડ્રાઇવિંગ કરનાર વિરૂદ્ધ IPC-279 તથા MV Act-184 મુજબ FIR પોલીસ વિભાગ દ્વારા દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. જેથી રોંગ સાઇડમાં ડ્રાઇવ કરનારા માટે ખાસ ચેતાવણી છે કે જો રોંગ સાઇડમાં વાહન ચલાવવાની ટેવ હોય તો આવતીકાલથી સુધારી દેજો અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરજો. નહીંતર જેલ ભેગા થવાનો વારો આવશે.