Ahmedabad News: રાજ્યના પત્રકાર આલમ અને પોલીસ બેડામાં ખળભળાટ મચાવે તેવો કિસ્સો સામે આવ્યો છે. ભાજપના એક નેતાએ કથિત પત્રકારો સાથે મળી આઠ કરોડની ખંડણીનું ષડયંત્ર રચ્યું હતું. નિવૃત્ત આઈપીએસને બદનામ કરી આઠ કરોડની ખંડણી વસૂલવા ષડયંત્ર રચાયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ અંગે આજે એટીએસે પત્રકાર પરિષદ કરીને માહિતી આપી હતી.
જી.કે.પ્રજાપતિ નામના નેતાએ નિવૃત્ત આઈપીએસને બદનામ કરી ખંડણી ઉઘરાવવાનો પ્રયાસ કર્યો હતો. આ માટે દુષ્કર્મની ફરિયાદી પણ દબાણ કરી ખોટું એફિડેવિટ બનાવાયું હતું. જી.કે.પ્રજાપતિએ રચેલા ષડયંત્રમાં બે કથિત પત્રકારોની પણ સામેલગીરી સામે આવી છે. સુરતના રહેવાસી સહિત પાંચ લોકની ગુજરાત એટીએસે ધરપકડ કરી હતી.આશુતોષ પંડ્યા, કાર્તિક જાની નામના પત્રકારો પણ તોડબાજીમાં સામેલ હોવાનો આરોપ છે. સુરતના હરેશ જાધવ અને રાજુ પરમાર પર ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપ છે. જી.કે.પ્રજાપતિ સહિતના આરોપીએ મહિલા પર દબાણ કરીને એફિડેવિટ કરાવ્યાનો આરોપ છે.
અમદાવાદમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે મહિલાને ઘરે જઇ મારી નાખવાની ધમકી આપી
બાપુનગરમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવક કોરોના કાળમાં મહિલા સાથે પ્રેમ સબંધ રાખવા દબાણ કરતો હતો જેથી મહિલાએ જે તે સમયે તેને લાફો માર્યો હતો, જેની અદાવત રાખીને આજે બપોરે યુવક દારુ પીને મહિલાને ઘરે ગયો હતો ચાર લાખની માંગણી કરીને મહિલાના ભાઇ સાથે તકરાર કરીને લાફા માર્યા હતા. છોડાવવા મહિલા વચ્ચે પડતા ચાકુ બતાવીને સાંજ સુધી મારી નાંખવાની ધમકી આપીને જતો રહ્યો હતો. બાપુનગરમા અન્નપૂર્ણા સોસાયટી પાસે વિરાભગતની ચાલીમાં રહેતી ૩૨ વર્ષીય મહિલાએ બાપુનગરમાં અનિલ સ્ટાર્ચ મીલ સામે રાધારમણ ફ્લેટમાં રહેતા વિશાલભાઇ મણિલાલ આરસોડિયા સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે કોરાના કાળ દરમિયાન મહિલા સિવિલમાંથી આવતી જતી હતી ત્યારે આરોપીઓ રસ્તામાં રોકીને પ્રેમ સબંધ બાંધવાની વાત કરી હતી જેથી મહિલાએ જે તે સમયે લાફો મારી દીધો હતો. આજે બપોરે મહિલા પોતાના પિતાના ઘરે હાજર હતી આ સમયે આરોપી દારુ પીને તેમના ઘરે ગયો હતો અને રૃપિયા ચાર લાખની માંગણી કરવા લાગ્યો હતો જેથી મહિલાએ શેના રૃપિયા આપવાના તેમ કહેતા તકરાર કરી હતી જેથી આ સમયે મહિલાના ભાઇે વચ્ચે પડતાં તેને લાફા મારીને તેની સાથે મારા મારી કરવા લગ્યો હતો મહિલા છોડાવવા વચ્ચે પડતાં ચાકુ બતાવીને સાંજ સુધીમાં મારી નાંખવાની ધમકી આપીને જતો રહ્યો હતો.