Ahmedabad News: રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાં પિચ સુધી પહોંચી જનાર વેન જ્હોનસનની ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. સિડનીમાં રહેતા વેન જ્હોનસનએ સોશ્યલ મીડિયામાં પ્રખ્યાત થવા આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાનો સ્વીકાર કર્યો છે.આરોપી વેન જ્હોનસનના માતા ફિલિપિન્સના અને પિતા ચાઈનીઝ મૂળના  છે.આ અગાઉ વર્ષ 2020 અને 2021 માં રગ્બી અને મહિલા ફિફા વર્લ્ડકપની મેચમાં પણ મેદાન ઉપર દોડી ગયો હતો.


ભૂતકાળમાં થઈ ચુક્યો છે દંડ


 વેન જ્હોનસનની તપાસમાં તે પણ સામે આવ્યું છે કે ભૂતકાળમાં પિચ ઉપર દોડી જવા મામલે 200 ડોલર અને 500 ડોલરનો દંડ ફટકાર્યા બાદ વેન જ્હોનસનને ગુજરાત પોલીસ પણ દંડતમક કાર્યવાહી કરશે તેની ગણતરી હતી.મૂળ સાયન્સ એન્જીનીયરીંગનો અભ્યાસ કરેલો જ્હોનસન સિડનીમાં કડિયાકામ અને સોલાર પેનલ ફિટ કરવાની કામગીરી કરે છે.




સાત ફૂટ ઊંચી વાડ કુદવા જતા હાથમાં ઇજા પહોંચ્યાની ઘટના સીસીટીવીમાં કેદ


ઈન્ટરનેટ ઉપર વર્લ્ડકપની ફાઇનલ મેચ હોવાની તપાસ થયા બાદ ફલાઈટની ટિકિટ પણ બુક કરાવી અને દિલ્હીથી અમદાવાદ એયર ઇન્ડિયાની ફલાઈટમાં પહોંચ્યો હતો.તમામ તૈયારી સાથે આવેલા જ્હોનસને ઘાસ ઉપર દોડવા સ્પેશ્યલ બુટ પણ ખરીદી કર્યા હતા અને સાત ફૂટ ઊંચી વાડ કુદવા જતા હાથમાં ઇજા પહોંચી.સમગ્ર ઘટનાના સીસીટીવી સ્ટેડિયમના કેમેરામાં કેદ થયા છે.જેના આધારે વેન જ્હોનસન સામે ફરિયાદ નોંધાઈ છે.જે અંગે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઓસ્ટ્રેલિયન એમ્બેસીમાં જાણ કરવામાં આવી છે.


ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમ 50 ઓવરમાં 240 રનમાં સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં ચાર વિકેટે 241 રન બનાવીને મેચ જીતી લીધી હતી. કાંગારૂ ટીમ માટે ટ્રેવિસ હેડે 141 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. મારંશ લાબુશેને અણનમ 58 રન બનાવ્યા હતા. મિચેલ માર્શ 15 રન બનાવીને, ડેવિડ વોર્નર સાત રન બનાવીને, સ્ટીવ સ્મિથ ચાર રન બનાવીને આઉટ થયો હતો. ગ્લેન મેક્સવેલે અણનમ બે રન બનાવ્યા હતા.


ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. આ સાથે જ ભારતનું ત્રીજી વખત ટ્રોફી જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. તેણે ટૂર્નામેન્ટમાં સતત 10 મેચ જીતી હતી, પરંતુ ટીમ 11મી મેચમાં પાછળ રહી ગઈ હતી. ભારતને બીજી વખત ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. છેલ્લી વખત રિકી પોન્ટિંગની કપ્તાની હેઠળની ટીમ 2003માં હાર્યું હતું.