Ahmedabad News: અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ કે.બી.રાજવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એસીપી સાથે કરેલા ગેરવર્તનને લઈ અમદાવાદ પોલીસ કમિશ્નરે તેની નોંધ લઈ પીઆઇને સસ્પેન્ડ કર્યા છે. વોટસએપ ગ્રુપમાં એસીપી અને પીઆઇ વચ્ચે થયેલી ચેટિંગ દરમિયાન તેમની પર આરોપ ગેરવર્તનનો લાગ્યો હતો.


ઝોન 7 મીડિયા એન્ડ પોલીસના વોટ્સએપ ગ્રુપમાં વેજલપુર પીઆઈએ એક મેસેજ કર્યો હતો. જેથી એસપીએ મેસેજ કરીને તેમને આવા મેસેજ ન કરવા કહ્યું હતું. પરંતુ પીઆઈએ એસીપીના મેસેજને ટાંકીને આપેલો વળતો જવાબ પોલીસબેડામાં ચર્ચામાં વિષય બન્યો હતો.  


વોટ્સએપ ગ્રુપમાં વેજલપુર પીઆઈ કે બી રાજવીએ એક ચર્ચાની અંતમાં Broass Love you all મેસેજ કર્યો હતો. આથી એમ ડિવિઝન એસપી એસડી પટેલે વેજલપુર પીઆઈ રાજવીના મેસેજને ટાંકીને Don’t put rubbish msg etc લખ્યું હતું. જે બાદ વેજલપુર પીઆઈ કે બી રાજવી rubbish અંગે અવાર નવાર મેસેજ કરીને એસપીને પૂછતા હતા. તેથી કંટાળીને એસપી એસ.ડી.પટેલે બે હાથ જોડેલું ઈમોજી ગ્રુપમાં મોકલ્યું હતું. આમ છતાં પીઆઈએ એસપીને મેસેજને ટાંકીને u r rubiisss mr.patel એવો જવાબ આપ્યો હતો. જે બાદ આ વિવાદ વકરે નહીં તે માટે વેજલપુરને તાત્કાલિક ગ્રુપમાંથી રિમૂવ કરી દેવામાં આવ્યા હતા. વેજલપુર પીઆઈ કે બી રાજવીના આવા વર્તન બદલ આજે પોલીસ કમિશ્નરે તેમને સસ્પેન્ડ કર્યા હતા.