Ahmedabad News: અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. શહેરના શાહીબાગ વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ રિક્ષા ચાલક
શું છે મામલો
આ કેસની વિગત એવી છે કે શાહીબાગ વિસ્તારમાં રહેતી 40 વર્ષીય મહિલાએ મેઘાણીનગરમાં રહેતા રિક્ષા ચાલક યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની 16 વર્ષની સગીર દિકરી કોઇ પણ વસ્તુ લેવા માટે જતી હોય ત્યારે રિક્ષા ચાલક આરોપી તેનો પીછો કરીને ઉભી રાખતો અને વાત કરવા પ્રયાસ કરતો હતો તેમજ અવાર નવાર ઘર પાસે રિક્ષા લઇને આંટા મારતો હતો. એક તરફી પ્રેમ કરતો હોવાથી આરોપી મહિલાના ઘર પાસે આવીને તેમની દિકરી સાથે વાતચીત કરવા પ્રયત્ન કરતો હતો જેથી અગાઉ તેની વિરુધમાં પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. પોલીસે તેની સામે પગલાં પણ ભર્યા હતા તેમ છતાં તે પીછો કરીને પરિવાર સાથે તકરાર કરીને હેરાન પરેશાન કરી રહ્યો છે.
ખરાબ ફોટા વાયરલ કરવાની પણ આપી ધમકી
બે દિવસ પહેલા સવારે પરિવારના સભ્યો હાજર હતા ત્યારે આરોપી રિક્ષા લઇને તેમના ઘર પાસે આવ્યો હતો. જેથી પરિવારજનોએ તેને ઘર પાસે નહી આવવાનું તથા તેમની દિકરી સાથે વાત કરવાનો પ્રયાસ કરવો નહી તેમ કહેતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને ફરિયાદીને કહ્યું કે હું તમારી દિકરીને પ્રેમ કરું છું,અને તેને મળવાની ના પાડશો તો પણ આવતો રહીશ. ગાળો બોલીને કહેવા લાગ્યો કે તમારાથી જે થાય તે કરી લે જો હું તેને રસ્તામાં ગમે ત્યાં તેમજ તમારા ઘરે આવતા રહીશ. જો તમે મારા વચ્ચે રસ્તામાં આવશો તો તમને અને તમારા ઘરના સભ્યોને જાનથી મારી નાંખીશ અને હું તમારા તથા તમારી દિકરી સાથે ખરાબ સબંધ ધરાવું છું. તેવી ખરાબ ખોટી વાતો તમારા સમાજમાં ફેલાવી દઇશ અને તમારી દીકરીની કોઈ જગ્યાએ સગાઇ કરશો તો તેના ખરાબ ફોટા વાયરલ કરી દઇશ. આ ઘટના અંગે શાહીબાગ પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join Our Official Telegram Channel: