Ahmedabad News: નારણપુરા ક્રોસીંગથી નારણપુરા ગામ સુધી 80 ફૂટનો રસ્તો 100 ફૂટ કરવા મ્યુનિસિપલ વહીવટીતંત્ર મકકમ છે.આજે સવારે દસ વાગ્યાથી મ્યુનિસિપલ વહીવટીતંત્ર દ્વારા રોડ કપાત અંગે અમલ શરૂ કરવામાં આવનારો હતો પરંતુ લોકોના વિરોધના કારણે આજના દિવસ પૂરતી કાર્યવાહી મોકૂફ રાખવી પડી છે..મ્યુનિસિપલ તંત્રના રોડ કપાત કરી પહોળો કરવા 120 જેટલી મિલકત તોડવી પડે એમ છે. આજે સવારથી જ વિરોધ કરી રહ્યા હતા. લોકોએ રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો.

Continues below advertisement


રોડ કપાતને લઈ લોકોએ મ્યુનિસિપલ તંત્ર તરફથી કાર્યવાહી શરૂ કરવામાં આવે એ સમયે જરૂર પડે તો જે.સી.બી.નીચે સૂઈ જઈને પણ વિરોધ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પરિસ્થિતિની જાણ થતા જ મ્યુનિ.ભાજપના હોદ્દેદારોએ મૌન ધારણ કરી લીધુ હતું.




વિધાનસભા ચૂંટણી પહેલા પણ નારણપુરા વિસ્તારમાં ભાજપ વિરોધી નારા લાગ્યા હતા અને બેનર્સ લગાવીને રોડ રસ્તા કપાત ને લઈને તેઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો પરંતુ ચૂંટણી આવતાની સાથે જ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા દસ વર્ષ સુધી રોડ કપાત નહીં થાય તેવા વાયદા આપવામાં આવ્યા. ઇલેક્શન વખતે જે વાયદો આપવામાં આવ્યો હતો તેની ઓડિયો ક્લિપ પણ વાયરલ કરવામાં આવી  પરંતુ આ વાયદા પોકડ સાબિત થયા હવે ચૂંટણી પૂરી થયાના છ મહિનામાં જ ફરી એક વખત નારણપુરા વિસ્તારમાં રોડ રસ્તા પહોળા કરવા માટે કપાત આવી રહી છે તેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે એએમસીની ટીમ રોડ કપાત માટે પોલીસ પ્રોટેકશન સાથે આવી પરંતુ અહીંના સ્થાનિકોનો ભારે આક્રોશ જોતા આ કામગીરી મોકુફ રાખવામાં આવી.



પરિણીતાએ એમ્બ્રોઈડરીના કારખાનેદારને ઘરે બોલાવી માણ્યું શરીરસુખ, પતિએ બનાવી લીધો વીડિયો ને પછી....


સુરતના સિંગણપોરના એમ્બ્રોઈડરીનો કારખાનેદાર હનીટ્રેપનો શિકાર બન્યો હતો. મહિલાએ સંબંધ કેળવ્યા બાદ ઘરે બોલાવીને શારીરિક સંબંધ બાંધીને વીડિયો ઉતારી લીધો હતો. જે બાદ રોકડા પાંચ લાખ સહિત ફ્લેટ પચાવી પાડ્યો હતો. પોલીસે હર્ષા જોષી, તેના પતિ પરેશ જોષી અને સંબંધીની ધરપકડ કરી છે.


સિંગણપોર ચાર રસ્તા નજીક રહેતા અને મૂળ ભાવનગરના ઉમરાળાના વતની 40 વર્ષીય વ્યક્તિ એમ્બ્રોઇડરીનું કારખાનું ધરાવે છે. 2006માં ઉમરાળામાં હીરાનું કારખાનું ધરાવતો હતો તે સમયે તેના કારખાનાની સામે હર્ષા જોષી તથા તેનો પતિ પરેશ જોષી રહેવા આવ્યા હતા. બંન વચ્ચે રોજની આવનજાવનના પગલે પરિચય થયો હતો. હર્ષા જોષીએ કારખાનેદારને એમ કહ્યું હતું કે, તેનો પતિ બેકાર છે. નોકરીએ રાખી લો તો સારું. જે તે સમયે દિનેશે પરેશને નોકરીએ રાખી લીધો હતો. બાદમાં હર્ષાએ તેને પ્રેમ કરે છે કહી ઘરે બોલાવ્યો હતો. હર્ષાના ઘરે બંનેએ શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે પછી પરેશ જોષીએ પોત પ્રકાશ્યું હતું અને પાંચ લાખ પડાવી લીધા હતા. થોડા સમય પહેલા જોશી પરિવાર કતારગામમાં લલીતા ચોકડી નજીકના પાર્વતી નગરમાં રહેવા આવી ગયો હતો.


હર્ષાએ ફરીવાર કારખાનેદારનો સંપર્ક કર્યો હતો અને જૂની વાતો ભૂલી જાવ, આપણે મળીએ તેમ કહી જાળમાં ફસાવી ઘરે બોલાવી શારીરિક સંબંધ બાંધ્યા હતા. ઉપરાંત જૂનો વીડિયો બતાવી હર્ષા, તેના પતિ તથા ત્રણ સાગરિતોએ ફ્લેટનો બળજબરીપૂર્વક કબ્જો લઇ લીધો હતો. ઉપરાંત બ્લેકમેલ કરીને ઘરે જઈને માર માર્યો હતો. આ બાબતે કારખાનેદારે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે કાર્યવાહી કરી હર્ષા, તેના પતિની ધરપકડ કરી હતી.