Ahmedabad Plane Crash Live Updates: વિમાન દુર્ઘટનાના ત્રીજા દિવસે વધુ એક મૃતદેહના અવશેષ મળ્યા
Ahmedabad Plane Crash Live Updates: 12 જૂનમાં સર્જાયેલા કારમી પ્લેન દુર્ઘટનામાં 265થી વધુ લોકોની જિંદગી હોમાઇ ગઇ, આ જ દુર્ઘટનામાં ગુજરાતે ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ ગુમાવ્યાં છે.
gujarati.abplive.comLast Updated: 14 Jun 2025 02:52 PM
બ્રેકગ્રાઉન્ડ
Ahmedabad Plane Crash Live Updates: 12 જૂનમાં સર્જાયેલા કારમી પ્લેન દુર્ઘટનામાં 265થી વધુ લોકોની જિંદગી હોમાઇ ગઇ, આ જ દુર્ઘટનામાં ગુજરાતે ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ ગુમાવ્યાં છે. આજે તેમના...More
Ahmedabad Plane Crash Live Updates: 12 જૂનમાં સર્જાયેલા કારમી પ્લેન દુર્ઘટનામાં 265થી વધુ લોકોની જિંદગી હોમાઇ ગઇ, આ જ દુર્ઘટનામાં ગુજરાતે ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ ગુમાવ્યાં છે. આજે તેમના પુત્ર ઋુષભ ગાંધીનગર તેમના નિવાસસ્થાન પહોંચ્યાં છે. DNA રિપોર્ટ આવ્યા બાદ વિજય રૂપાણીના પાર્થિવ દેહને પરિવારને સોંપવામાં આવશે ત્યારબાદ તેમને રાજકોટ લઇ જવામાં આવશે અને રાજકોટમાં જ તેમની અંતિમ વિધિ થશે. રૂપાણી પરિવાર રાજકોટ માટે રવાના થશે. તેમનો ડીએનએનો રિપોર્ટ ક્યારે આવશે તે અંગે હજુ સુધી કોઇ સ્પષ્ટ માહિતી નથી મળી.વિજય રૂપાણીના નિધનથી રાજકોટ શોકમગ્નઉલ્લેખનિય છે કે, રાજકોટ પશ્ચિમના તેઓ ધારાસભ્ય રહી ચૂક્યાં છે. 2016થી 2021 સુધી તેમણે ગુજરાતના 16માં મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. તેમના નિધનના સમાચારથી રાજકોટ શહેર શોકમગ્ન છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્રારા આજે રાજકોટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે અડધો દિવસ ધંધા રોજકોટ બંધ રાખીને લોકલાડીલા નેતા વિજય રૂપાણીને શહેર દ્રારા શ્રદ્ધાંજલિ અપાશે.ઉલ્લેખનિય છે કે, 12 જૂન અમદાવાદમાં સર્જાયેલી કારમી વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પ્રવાસ કરી રહ્યાં હતા. આ દુર્ઘટનામાં 265થી જિંદગી હોમાઇ ગઇ. જેમાં વિજય રૂપાણીએ જિંદગી ગુમાવી છે. તેઓ તેમની પુત્રીને મળવા લંડન જઇ રહ્યાં હતા. તેમના નિધનના સમાચારથી ન માત્ર ભાજપમાં પરંતુ સમગ્ર રાજકિય વર્તુળ અને ગુજરાતમાં શોક વ્યાપી ગયો છે. 13 જૂને તેમની પુત્રી અને પત્ની અમદાવાદ પહોંચ્યા હતા આજે તેમનો પુત્ર ઋષભ વહેલી સવારે ગાંધીનગર તેમના નિવાશ સ્થાને પહોંચ્યા હતા. ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ પરિવારને તેમનો પાર્થિવ દેહ સોંપાશે બાદ રાજકોટ રવાના થશે અને તેના માદરે વતનમાં જ અંતિમ વિધિ કરવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદ વિમાન દુર્ઘટના કેસમાં, વિમાનના પાઇલટ સુમિત સબરવાલ દ્વારા એર ટ્રાફિક કંટ્રોલર (ATC) ને મોકલવામાં આવેલ છેલ્લો સંદેશ પ્રકાશમાં આવ્યો છે. 4-5 સેકન્ડના સંદેશમાં, સુમિત કહી રહ્યો છે, 'મેડે, મેડે, મેડે... પાવર ઓછો થઈ રહ્યો છે, વિમાન ઉંચુ નથી થઈ રહ્યું. અમે બચીશું નહીં.'દુર્ઘટના સમયે જે BJ મેડિકલ કોલેજ પર વિમાન પડી ગયું હતું તે હોસ્ટેલ બિલ્ડિંગમાં 60 થી વધુ ડોકટરો, વિદ્યાર્થીઓ અને કેટલાક અન્ય લોકો હાજર હતા. તેમાંથી 34 લોકોના મોત થયા છે.આનાથી મૃત્યુઆંક 275 (241 મુસાફરો અને 34 મેડિકલ કોલેજના લોકો) પર પહોંચી ગયો છે. ફ્લાઇટમાં 12 ક્રૂ સભ્યો સહિત 242 લોકો હતા.
વિજયભાઈના નિધનથી રાજકોટ શોકમાં, શાળા, વેપાર ધંધા તમામ સજ્જડ બંધ
અમદાવાદ પ્લેન ક્રેશમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીનું નિધન થયું છે. વિજયભાઈના નિધનથી સમગ્ર રાજકોટમાં શોકનો માહોલ છે. રાજકોટમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. રાજકોટની તમામ બજારો આજે સજ્જડ બંધ છે. વેપારીઓએ આજે બંધ પાળ્યો છે.
અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઈન્ડિયાના વિમાનમા પૂર્વ સીએમ વિજય રુપાણીએ જીવ ગુમાન્યો છે. પૂર્વ સીએમના નિધનથી સમગ્ર રાજ્યમાં શોકની લાગણી છવાઈ છે. આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવીશું જેના પર દિવંગત વિજય રુપાણીને અત્યંત શ્રદ્ધા હતી. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જૂનાગઢના ગરવા ગિરનારની ગોદમાં આવેલ ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર સાથે ખાસ લગાવ હતો. અતિ પ્રાચીન અને પૌરાણિક એવા ઇન્દ્રેશ્વર મહાદેવ પ્રત્યે તેઓ અતૂટ શ્રદ્ધા ધરાવતા હતા.
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ હવે તેજ થઈ ગઈ છે. આ ક્રમમાં, અકસ્માતની તપાસ કરી રહેલી એજન્સીઓ હવે ભૂતકાળમાં આ બોઇંગ ઉડાવનારા પાઇલટ્સનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે. તપાસ એજન્સીઓએ એર ઇન્ડિયા મેનેજમેન્ટ પાસેથી તે પાઇલટ્સ અને ક્રૂ સભ્યોની વિગતો માંગી છે. જેઓ અગાઉ આ વિમાનના સંચાલનમાં સામેલ હતા.
પૂર્વ CM વિજય રૂપાણીના અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ
અમદાવાદમાં થયેલા એર ઈન્ડિયાના પ્લેન અકસ્માતમાં 241 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માતમાં રાજ્યનાં પૂર્વ સીએમ વિજય રુપાણીનું પણ નિધન થયું છે. હાલમાં તમામ મૃતદેહની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવાની કામગીરી ચાલી રહી છે. ડીએનએ ટેસ્ટ થયા બાદ પૂર્વ સીએમનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. મૃતદેહ સોંપ્યા બાદ જ અંતિમ સંસ્કારનો સમય નક્કી કરવામાં આવશે. પાર્થિવ દેહને નિવાસ સ્થાન ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. અંતિમ સંસ્કાર રામનાથ સ્મશાન ખાતે કરવામાં આવશે.
હોસ્ટેલની છત પરના કાટમાળ હટવાતાં વધુ એક મૃતદેહ મળ્યો
અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનનો કાટમાળ બીજે હોસ્પિટલની છત પરથી કાઢવામાં આવી રહ્યો છે. વિમાનનો પાછળનો ભાગ હજુ પણ હોસ્ટેલની છત પર છે. વિમાનના આ ભાગને દૂર કરતી વખતે, બીજો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહ વિમાનના પાછળના ભાગમાં ફસાઈ ગયો હતો. આ અકસ્માતમાં વિમાનમાં સવાર ફક્ત એક જ વ્યક્તિ બચી શક્યો હતો. બધા લોકોએ જીવ ગુમાવ્યા છે.
IMAની ગુજરાત શાખાએ ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનને પત્ર લખ્યો
:ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ની ગુજરાત શાખાએ ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનને પત્ર લખ્યો છે. IMA એ જણાવ્યું હતું કે, તે જીવ ગુમાવનારા મુસાફરોના પરિવારોને ₹ 1 કરોડના વળતરની જાહેરાત અને BJMC કોલેજ હોસ્ટેલના નવીનીકરણમાં મદદ કરવા બદલ આભારી છે. તે હોસ્ટેલમાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અથવા ઘાયલ થયેલા વિદ્યાર્થીઓ માટે નાણાકીય મદદનો અનુરોધ કર્યો છે.
વિજય રૂપાણીના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાને અંતિમદર્શન માટે રખાશે
વિજય રૂપાણીની અંતિમવિધિ રાજકોટમાં કરવાનો નિર્ણય કરાયો છે. આજે અથવા આવતીકાલે DNAની કામગીરી પૂર્ણ થયા બાદ તેમના પાર્થિવ દેહને રાજકોટ લઈ જવામાં આવશે. નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ રોડ પર આવેલી પ્રકાશ સોસાયટીમાં વિજય રૂપાણીના નિવાસ સ્થાન પર પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન પર કોંગ્રેસના નેતાઓએ શોક વ્યક્ત કર્યો
સૌરાષ્ટ્ર કોંગ્રેસના ખેડૂત નેતા લલિતભાઈ કગથરાએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન પર નિવેદન આપ્યું છે. વિજયભાઈ સામે કામ કરવાનું થયું હતું. ચૂંટણી પૂરી થયા બાદ તેમનામાં ક્યારેય એવો ભાવ ન હતો જોઈ લઈશું. મારા પત્ની ચૂંટણી લડ્યા ત્યારે સાથે હતા ત્યારબાદ અમે સામે જ લડતા હતા. આજના યુવાનોને વિજયભાઈની રાજનીતિથી ઘણું શીખવા જેવું. આજના યુગના નેતાઓએ વિજયભાઈની કાર્ય શૈલીથી શીખવા જેવું.
બિલ્ડિંગમાં અટકી પડેલો વિમાનનો ભાગ ઉતારવાની કામગીરી શરૂ
મોટી ક્રેનની મદદથી વિમાનનો પાછળનો ભાગ ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવીછે. પ્લેન ટેન તરીકે ઓળખાતા અટકી પડેલા ભાગને આજે ત્રીજા દિવસે હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
વિમાન દુર્ઘટનાના ત્રીજા દિવસે વધુ એક મૃતદેહના અવશેષ મળ્યા
જે ઈમારતમાં વિમાન અથડાયું તેના કાટમાળમાંથી માનવ અવશેષ મળી આવ્યા છે. વિમાનના કાટમાળ હટાવવાની કામગીરી દરમિયાન મૃતદેહના અવશેષ મળ્યા છે. DGCA અને NSG કમાન્ડોની તપાસ સમયે મળ્યા મૃતદેહના અવશેષ.
DGCAના નિષ્ણાતો તપાસ માટે પહોંચ્યા છે. આ ઉપરાંત NSG કમાન્ડો પણ વિમાન દુર્ઘટના સ્થળે પહોંચ્યા છે. વિમાન દુર્ઘટનાના કરણો શોધવા ચાલી રહી છે તપાસ. દુર્ઘટના ગ્રસ્ત વિમાનના અવશેષો મેળવી તપાસ કરવામાં આવી રહી છે.
મૃત્તકના પરિજનને સાંત્વના આપવા ગયેલા મંત્રીએ કર્યો બફાટ
મોડાસામાં ખાનજી પાર્ક ખાતે મૃતક નુસરતજહાંના પરિજનોને રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર સાંત્વના પાઠવવા માટે મળ્યાં હતા. આ સમયે તેમણે આપેલા નિવેદનના કારણે વિવાદ સર્જાયો છે. તેમણે મીડિયા સમક્ષ રૂબરૂ થતાં જણાવ્યું હતું કે, તેમના કાર્યકર્તાની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને તેમણે પ્રશંસનિય માનવતાનું કામ કર્યું છે અને 200 મૃતદેહને બહાર કાઢ્યાં હતા. અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા મૃતકના પરિવારને સાંત્વના પાઠવા ગયેલા મંત્રી ભીખુસિંહ પરમારે આવુ નિવેદન જશ લેવા અને ક્રેડિટ લેવા માટે આપ્યું હોવાની ચર્ચા જાગી છે.
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ગઈકાલે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા ખાનગી શાળાઓ બંધ. વહેલી સવારથી રાજકોટની તમામ શાળાઓ સજ્જડ બંધ. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું ઋણ ચૂકવવા માટે ખાનગી શાળા સંચાલક મંડળે નિર્ણય કર્યો હતો. વિજયભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે ખાનગી શાળાઓના અનેક પ્રશ્નો ઉકેલ્યા હતા..
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી DNA પરીક્ષણ પ્રક્રિયા અંગે રિવ્યૂ કરશે
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આજે સવારે ૧૦:૪૫ વાગ્યે FSL અને NFSU ખાતે મુલાકાત લેશે જ્યાં DNA પરીક્ષણ પ્રક્રિયા અંગે રિવ્યૂ કરશે. જેમાં ગૃહ વિભાગના સચિવ, આઇબીના આઇજીપી તેમજ FSLના ડાયરેક્ટર જોડાશે. ત્યાર બાદ મંત્રી ૧૧:૩૦ વાગ્યે પ્લેન ક્રેશ સાઇટની મુલાકાતે જશે. ગૃહ વિભાગના સચિવ, રાજ્યના પોલીસ વડા, અમદાવાદ પોલીસ કમિશનર તેમજ આઇબીના આઇજીપી આ પ્લેન ક્રેશ સાઇટ મુલાકાતમાં જોડાશે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ભાજપ અને ગુજરાતે એક સમાજસેવી આગેવાન, એક મહાન વ્યક્તિ ગુમાવી છે. તેઓ વિદ્યાર્થીકાળથી જ સંઘર્ષ કરતા રહ્યા હતા અને કાયમ તેમનો સધિયારો મળતો રહ્યો છે. આ દુઃખદ પળોમાં સૌને શક્તિ મળે તેવી પ્રાર્થના.
ડૉ. જુનારે જણાવ્યું હતું કે કુલ 250 મૃતદેહોના નમૂના આવી ગયા છે. પરિવારના સભ્યોના 138 નમૂના NFSU પહોંચ્યા છે અને 138 નમૂના FSL પહોંચ્યા છે. વિદેશી નાગરિકો, અન્ય રાજ્યોના લોકો, પરિવારના સભ્યોના કોઈ નમૂના લેવામાં આવ્યા નથી. 50 ટકા મુસાફરોના મૃતદેહ ખરાબ રીતે બળી ગયા છે. તેમનું DNA પરીક્ષણ એક મોટો પડકાર છે. દાંત, હાડકાં અને અન્ય અવયવોની મદદથી ડીએનએ પરીક્ષણ કરવામાં આવશે.
સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 270 થી વધુ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 220 લોકોના DNA સેમ્પલિંગ કરવામાં આવ્યું છે. 7 મૃતદેહોની ઓળખ થઇ ચૂકી છે.
અમદાવાદ વિમાન દુર્ઘટના કેસમાં, વિમાનના પાઇલટ સુમિત સભરવાલ દ્વારા એર ટ્રાફિક કંટ્રોલર (ATC) ને મોકલવામાં આવેલ છેલ્લો સંદેશ પ્રકાશમાં આવ્યો છે. 4-5 સેકન્ડના સંદેશમાં, સુમિત કહી રહ્યો છે, 'મેડે, મેડે, મેડે... મને થ્રર્સ્ટ નથી મળી રહ્યો. પાવર ઓછો થઈ રહ્યો છે, વિમાન ઉંચુ નથી થઈ રહ્યું. અમે હવે બચીશું નહીં.'
DNA માટે 319 સેમ્પલ FSL ખાતે મોકલવામાં આવ્યા છે. 138 નેશનલ ફોરેન્સી ક્લબ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. 13 બ્રિટિશ સેટીઝનના સેમ્પલ બ્રિટનથી અને 5 ક્રૂમેમ્બર અન્ય રાજ્યમાંથી આવશે. 8 જેટલા મૃતકની મૃતદેહ સોંપવામાં આવ્યા છે. 257 જેટલા મૃતદેહ 220 થી વધુ જેટલા બ્લડ સેમ્પલ લેવાઈ ચૂક્યા છે. 13 બ્રિટિશ નાગરિકોના પરિવાર અમદાવાદ આવે ત્યારે તેમના સેમ્પલ લેવામાં આવશે.
વિજય રૂપાણીનો પુત્ર રૂષભ રૂપાણી વહેલી સવારે અમદાવાદ પહોંચ્યો
દિવંગત વિજય રૂપાણીનો પુત્ર ઋષભ રૂપાણી અમેરિકાથી વેહલી સવારે અમદાવાદ આવી પહોંચ્યો હતો. જ્યાં જરુરી કાર્યવાહી પૂર્ણ કરીને તે ગાંધીનગરના નિવાસ સ્થાને પહોચ્યો છે.