Ahmedabad Plane Crash Updates: અમદાવાદમાં ગઇ 12 જૂન 2025ના રોજ બપોરે 1.40 વાગ્યે અમદાવાદથી લંડન જતું એર ઈન્ડિયાનું બોઈંગ 787 પ્લેન દૂર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ વિમાન મેઘાણીનગરમાં આપેલી બીજે મેડિકલની મેસ પર ક્રેશ થયું હતું. જેમાં 241 લોકોના મોત થયા હતા, એક વ્યક્તિ માત્ર જીવીત બચી શક્યો હતો, આ પ્લેન દૂર્ઘટનામાં લુબી મૉટર્સના ડિરેક્ટર સુભાષ અમીન અને તેમના પત્ની પણ સવાર હતા, જેઓનું પણ મોત થયુ હતુ, ડીએનએ ટેસ્ટ બાદ આજે સુભાષ અમીનના મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો છે. જોકે પત્નીનો ડીએનએ હજુ સુધી મેચ નથી થઇ રહ્યો. અમદાવાદ પ્લેન ક્રેશ દૂર્ઘટનામાં ભારત ઉપરાંત વિદેશી નાગરીકો હતો. આ ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું હતું. DGCAની ટીમ અમદાવાદ આવી પહોંચી છે અને બ્લેક બોક્સ અને ડીવીઆર રીકવર કર્યું છે.

અમદાવાદ વિમાન દૂર્ઘટનામાં લુબી મૉટરના ડિરેકટરનું નિધન થયું હતુ, લુબી મૉટર્સના ડિરેકટર સુભાષ અમીન અને પત્નીનું નિધન આ દૂર્ઘટનામાં થવાથી ઉદ્યોગજગતમાં શોકનો માહોલ છવાયો હતો. હવે આ સમાચાર અંગે મોટુ અપડેટ સામે આવ્યુ છે, સુભાષ અમીનના DNA મેચ થતા જ પરિવારને તેમનો મૃતદેહ સોંપાયો છે. જોકે, સુભાષ અમીનના પત્નીના DNA મેચ ના થતા હોવાથી હજુ સુધી તેમનો મૃતદેહ નથી સોંપાયો, અમીન પરિવાર સુભાષ અમીનના પત્નીના મૃતદેહની ઓળખની પ્રૉસેસ ચાલી રહી છે. સુભાષ અમીન પરિવાર પ્લેનમાં બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહ્યાં હતા. સુભાષ અમીનનો પરિવાર બિઝનેસ ક્લાસના 15 મુસાફરોમાંથી એક હતા. 

તાજા અપડેટ પ્રમાણે, અમદાવાદ વિમાન દૂર્ઘટનામાં અત્યાર સુધી 31ના DNA મેચ થયા છે, અત્યાર સુધીમાં 12 મૃતકોના મૃતદેહ પરિવારજનોને સોંપાયા છે, પૂર્વ CM વિજયભાઈના DNA મેચની પ્રક્રિયા હજુ ચાલી રહી છે. સિવિલના એડિશનલ સિવિલ સુપ્રિટેન્ડન્ટ રજનીશ પટેલનો દાવો છે કે, જેના-જેના DNA મેચ થયા તેમના પરિવારને કરાઈ જાણ કરવામાં આવી રહી છે. DNA મેચ થયા હોય તેમને સિવિલ પ્રશાસન તરફથી ફોન કરીને જાણ કરવામાં આવી રહી છે. 

દૂર્ઘટનાના 28 કલાક બાદ મળી આવ્યું બ્લેક બોક્સઅમદાવાદના પ્લેન ક્રેશ દૂર્ઘટનામાં મળી રહ્યા છે મોટા સમાચાર. દુર્ઘટનાના 28 કલાક બાદ મળી આવ્યું બ્લેક બોક્સ.. કેન્દ્રીય ઉડ્ડયનપ્રધાન રામમોહન નાયડુએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપી છે સૌથી મોટી જાણકારી.. બ્લેક બોક્સ મળતાની સાથે જ હવે પ્લેન ક્રેશના રહસ્ય પરથી પડદો ઉચકાશે.. અને પ્લેન ક્રેશ કેવી રીતે થયું તેની સચોટ જાણકારી મળશે.