Ahmedabad Plane Crash: 12 જૂનનો દિવસ એક નહિ પરંતુ 200થી વધુ લોકો માટે કારમો દિવસ બનીને આવ્યો.12 જૂન એર ઇન્ડિયા ડ્રિમ લાઇનર 787એ 278 લોકોના ડ્રિમને ચકનાચૂર કરી દીધાં. 12 જૂનથી લઇને આજદિન સુધી સિવિલમાં સતત મૃતદેહની ઓળખ માટેની કવાયત ચાલું છે. તૂટેલા હૃદયે, તૂટેલા સપના સાથે નિરસ આંખો સાથે પરિજનો તેમના સ્વજનના પાર્થિવ દેહની રાહ જોઇ રહ્યાં છે. પ્લેન ક્રેશ એટલો ભયંકર હતો કે કંઇ જ ન બચ્યું બધું જ ભસ્મિભૂત થઇ ગયું. જેના કારણે મૃતદેહની ઓળખ મુશ્કેલ બની રહી છે. આ માટે ડીએનએ દ્વારા પરિજનનના મૃતદેહની તપાસની કામગીરી ચાલું છે. 12થી 15 તારીખ સુધીમાં 19 મૃતદેહ પરિવારને સોંપાયા છે. જ્યારે વિસતનગરના એક જ પરિવારના 4 લોકોના પાર્થિવ દેહ પરિજનને સોંપાયા ત્યારે વાતાવરણ ગમગીનીથી ભરાઇ ગયું હતું.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 19 મૃતદેહ સોંપાયા છે. આખી રાત અમદાવાદ સિવિલમાં મૃતદેહ સોંપવાની કામગીરી ચાલુ રહી હતી. વિસનગરના એક જ ગામના ચાર સહિત 19 મૃતદેહ સોંપાયાછે. દિનેશભાઈ પટેલ, ક્રિષ્નાબેન પટેલ, દશરથ પટેલ, ડાહીબેન પટેલના મૃતદેહ સોંપાયા છે. વડોદરાના કલ્પનાબેન પ્રજાપતિનો પણ મૃતદેહ પરિવારને સોંપાયો હતો. અમદાવાદના સુભાષચંદ્ર અમીનના પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. રાત્રી દરમિયાન કુલ આઠ મૃતદેહ પરિવારને સોંપાયા હતા. શનિવારે દિવસ દરમિયાન ત્રણ મૃતદેહ પરિવારને સોંપાયા હતા. નિકોલના વૃદ્ધ દંપતિ બાબુભાઈ હીરપરા, વિમલાબેન હરીપરાનો મૃતદેહ પણ તેમના પરિજનને સોંપાયો હતો. DNA સેમ્પલ મેચ થતા પરિવારને મૃતદેહ સોંપવાની કામગીરી થઇ રહી છે. શુક્રવારના આઠ મૃતદેહ પરિવારને સોંપાયા હતા.
સિવિલ હોસ્પિટલ પ્રશાસન તરફથી અત્યાર સુધીમાં કુલ 31 વ્યકિતના DNA મેચ થઈ ગયા હોવાની માહિતી મળી છે. DNA મેચ થશે તેમ-તેમ મૃતદેહો સોંપવામાં આવશે.લોકોની સુવિધા માટે સિવિલ હોસ્પિટલમાંથી ફોન આવ્યા બાદ જ આવવા અપીલ કરવામાં આવી છે. 31 વ્યકિતના DNA મેચ થયા છે, અત્યાર સુધીમાં 12 મૃતદેહને સોંપાયા છે. મૃતદેહો સોંપવામાં કોઈ પણ પ્રકારની લેવડ-દેવડ કરવામાં આવતી નથી, તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. સિવિલના એડિશનલ સિવિલ સુપ્રિટેન્ડન્ટે લોકોને કરી અપીલ કરી છે કે,સિવિલમાં રોકવા કરતા ઘરે જઇને ફોનની રાહ જુએ, મેચ થશે તેમ તેમ પરિજનોને ફોન કરવામાં આવશે.
ઉદયપુર, વડોદરા, ખેડાના મૃતકોના પરિવારને સોંપાયા મૃતદેહ છે. ઉલ્લખેનિય છે કે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મૃતદેહની DNA હજુ પ્રોસેસમાં છે હજુ સુધી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મૃતદેહના DNA મેચ થયા નથી. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈના રૂપાણીના મૃતદેહના DNA મેચની પ્રોસેસ સતત ચાલી રહી છે.