Ahmedabad: આપણે ગુજરાત પોલીસના અનેક બહાદુરીના કિસ્સા જોયા અને સાંભળ્યા છે. તેઓએ અનેક વખત પોતાની જિંદગી દાવ પર લગાવીને લોકોની જિંદગી બચાવી છે. ગમે તેવી વિસમ પરિસ્થિતિમાં પણ આપણા પોલીસ જવાનો લોકોની સેવા માટે ખડપગે રહેતા હોય છે. સાથે સાથે ફાયરની ટીમ પણ પોતાની મુસ્તેદીથી લોકોના જીવ બચાવવા માટે તત્પર રહે છે.


કોરોના જેવા વિકટ સમયમાં પણ પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી હતી. ઉપરાંત પૂર જેવી સ્થિતિઓમાં પણ પોલીસે અનેક લોકોના જીવ બચાવ્યા છે. હવે ફરી એકવાર અમદાવાદ પોલીસ અને ફાયરની ટીમનો બહાદુરીનો વીડિયો સામે આવ્યો છે. જેને જોયા બાદ દરેક લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે. હકિકતમાં અમદાવાદ પોલીસ અને ફાયરની ટીમ આપઘાત કરવા જતી એક યુવતીનો જીવ બચાવ્યો છે. આ ઓપરેશનનો એક વીડિયો પણ સામે આવ્યો છે.


આ અંગે વિગતે વાત કરીએ તો, અમદાવાદ શહેર પોલીસ દ્વારા સોશિયલ મીડિયા X (પહેલા ટ્વિટર) પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે તે, એક બિલ્ડીંગ નીચે કેટલાક લોકો હાથમાં નેટ લઈને ઉભા છે તો ચોથા માળે એક મહિલા આત્મહત્યા કરવા માટે કુદવાની તૈયારી કરી રહી છે. એવામાં ફાયરનો જવાન આવે છે અને તે યુવતીને નિચે કુદતા અટકાવે છે અને તેને સહીસલામત પકડીને રુમમાં લઈ જાય છે. આમ યુવતીનો જીવ બચી જાય છે. આ દિલધકડ રેસ્ક્યુનો વીડિયો અમદાવાદ પોલીસે શેર કર્યો છે. આ વીડિયો જોયા બાદ દરેક વ્યક્તિના રુવાડા ઉભા થઈ ગયા. લોકો અમદાવાદ પોલીસ અને ફાયરની ટીમનો આભાર માની રહ્યા છે અને તેમની બહાદુરીની પ્રશંસા પણ કરી રહ્યા છે.


શું કહ્યું અમદાવાદ પોલીસે


 






આ વીડિયો શેર કરતા અમદાવાદ પોલીસે લખ્યું કે, અમદાવાદ શહેર પોલીસ આત્મહત્યા કરવા માટે ચોથા માળની બાલ્કની માથી કુદવાની તૈયારી કરતી યુવતીને સહિસલામત બચાવી લેતી વટવા પોલીસ તથા અસલાલી ફાયર બ્રીગેડ ટીમ.


હર્ષ સંઘવીએ પણ વીડિયો શેર કર્યો


અમદાવાદ પોલીસના આ દિલધડક રેસ્ક્યુનો વીડિયો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ શેર કર્યો છે. વીડિયો શેર કરતી વખતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લખ્યું કે, બ્રેવ રેસ્ક્યુ. અમદાવાદ સીટી પોલીસ અને ફાયર બ્રિગેડની ઝડપી કાર્યવાહીને આત્મહત્યા કરતી બચાવવામાં આવી. તેમની ત્વરીત કામગીરીથી એક અનમોલ જીવ બચી ગયો.


 






આત્મહત્યાના પ્રયાસનુું કારણ અકબંધ


તો બીજી તરફ આ યુવતી શા માટે આત્મહત્યા કરવા મજબૂર થઈ તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. હાસમાં આ અંગે પોલીસ તપાસ કરી રહી છે.