અમદાવાદઃ શહેરમાં વધતા જતા અકસ્માતને નિવારવા અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર એ કે સિંઘે વાહનોની ગતિ મર્યાદાને લઈ જાહેરનામું બહાર પાડ્યું છે. અમદાવાદ  શહેર પોલીસની  હદમાં આવતા માર્ગો પરથી પસાર થતા વાહન ચાલકો માટે આ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેનો અમલ આજે મધરાતથી જ શરૂ થઈ જશે.




અમદાવાદ શહેરમાં નેશનલ હાઇવે સિવાયના તમામ માર્ગો પરની ઝડપ નક્કી કરવામાં આવી છે. ભારે અને મધ્યમ વાહન માટે 40 કિમી પ્રતિ કલાક, ફોર વ્હીલર માટે 60 કિમી પ્રતિ કલાક, થ્રી વ્હીલર માટે 40 કિમી પ્રતિ કલાક, ટુ વ્હીલર માટે 50 કિમી પ્રતિ કલાક સ્પીડ નક્કી કરવામાં આવી છે. આ સ્પીડથી વધારે વાહન ચલાવવા બદલ દંડ થશે.



આ જાહેરનામુ પોલીસ કોન્વેય, એમ્બયુલન્સ, મેડિકલ ઇમર્જનસી, ફાયર, ઇમરજન્સી સેવામાં રોકાયેલ વાહનોને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે મોટર વ્હીકલ એક્ટ કલમ 183 (1),(2), અને 184 188  અને પોલીસ અધિનિયમ 131 મુજબ પગલા લેવામાં આવશે.

ભારતે પણ રદ કરી દિલ્હી-લાહોર મૈત્રી બસ સેવા, જાણો વિગત

મુકેશ અંબાણીએ રિલાયન્સની AGMમાં જમ્મુ-કાશ્મીર, લદાખને લઈ આપ્યું મોટું નિવેદન, જાણો વિગત

યુવરાજ સિંહે કેવિન પીટરસનને કેમ કહ્યું, બધુ ઠીક તો છે ને? જાણો શું છે સમગ્ર મામલો