અમદાવાદ: અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા શહેરમાં ફરજ બજાવતા 18 PI અને 19 PSIની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. અચાનક બદલી થતાની સાથે જ શહેર પોલીસમાં હલચલ મચી ગઈ છે. અમદાવાદ શહેર પોલીસમાં લાંબા સમયથી બદલીઓ આવે તેવી ચર્ચાએ ચાલી રહી હતી. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિકે પોલીસકર્મીઓની આંતરિક બદલીના આદેશ આપ્યા છે. જેમાં 18 PI અને 19 PSIની આંતરિક બદલીઓ કરવામાં આવી છે.
એન.બી.બારોટને કંટ્રોલરુમમાં મુકવામાં આવ્યા છે. આર.એમ.ઝાલાને નારોલથી મીસીંગ સેલમાં બદલી કરાઈ છે. એમ.એસ.ત્રિવેદીની વટવાથી એસઓજીમાં બદલી કરાઈ છે. એન.ડી.નકુમની વટવા જીઆઈડીસીમાંથી એસઓજીમાં બદલી કરાઈ છે. કે.એન.ભુકણની સાયબરક્રાઈમમાંથી સોલા બદલી કરવામાં આવી છે. વી.ડી.મોરીની ઘાટલોડીયામાંથી એસઓજીમાં બદલી કરાઈ છે. વી.જે.ચૌધરીની એસઓજીમાંથી સાયબર ક્રાઈમમાં બદલી કરવામાં આવી છે. જે.એસ.કંડોરીયાની વિશેષ શાખામાંથી ઘાટલોડીયામાં બદલી કરવામાં આવી છે. પી.બી.ખાંભલાની ક્રાઈમમાંથી શાહપુર બદલી કરવામાં આવી છે. પી.સી.દેસાઈની શાહપુરમાંથી નારોલ બદલી કરાઈ છે. કે.વાય.વ્યાસની ટ્રાફિકમાંથી રાણીપ બદલી કરાઈ છે. આર.એમ.પરમાર કંટ્રોલ રુમમાંથી વટવા જીઆઈડીસીમાં બદલી કરાઈ છે. ડી.વી.ઢોલાની મીસીંગ સેલમાંથી ક્રાઈમમાં બદલી કરવામાં આવી છે. એમ.બી.નકુમની એસઓજીમાંથી સાયબર ક્રાઈમમાં બદલી કરવામાં આવી છે. એસ.એ.ગોહીલની એસઓજીમાંથી સાયબર ક્રાઈમમાં બદલી કરવામાં આવી છે.