અમદાવાદ: અષાઢી બીજને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદમાં રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નોંધનિય છે કે અમદાવાદમાં જગ્નનાથ મંદીર દ્વારા દર વર્ષે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે જેમા લાખોની સંખ્યામાં લોકો હાજરી આપે છે. જેથી આ વર્ષે પણ રથયાત્રાના આયોજનને લઈને ફલેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જગ્નનાથ મંદીર ખાતે પોલીસ દ્વારા ફલેગ માર્ચ યોજવામાં આવી હતી. રથયાત્રાના રૂટ પર પોલીસની ફલેશ માર્ચમાં પોલીસ કમિશનર, ડીસીપી, પીઆઈ કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા. રથયાત્રા દરમિયાન શહેરમાં કોઈ અનઈચ્છનીય ઘટના ન બને તે માટે ફલેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે મીડિયા સાથે પણ વાત કરી હતી.
RSSની સમન્વય બેઠક, ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રાંતના સંગઠનના આગેવાનો બેઠકમાં રહેશે હાજર
અમદવાદમાં કાંકરિયા ખાતે આવેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાતના મુખ્ય કાર્યાલય ડો.હેડગેવાર ભવન ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સમન્વય બેઠક યોજાઈ રહી છે. આ બેઠક પહેલા પહેલા ગુજરાત પ્રાંત પ્રચારક પ્રમુખ વિજય ઠાકરે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે દર વર્ષે આયોજનના ભાગરૂપે સમન્વય બેઠક યોજાતી હોય છે. દર વર્ષે જુન અને નવેમ્બરમાં સમન્વય બેઠક યોજાય છે. આ બેઠકમાં ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રાંતના સંગઠનના આગેવાનો હાજર રહેશે. આ બેઠકમાં વિવિધ જૂથના આગેવાનોના આચાર-વિચારનું આદાન-પ્રદાન થશે. RSSની આ સમન્વય બેઠકમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સહીત ભાજપ તેમજ સંઘની વિવિધ શાખાના પદાધિકારીઓ હાજર રહેશે.
દેશનું સૌથી મોટું ડિગ્રી કૌભાંડ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મસમોટું ડિગ્રી કૌભાંડ ઝડપી પાડ્યું છે. આ ડિગ્રી કૌભાંડમાં આરોપીઓએ એટલી મોટી સંખ્યામાં નકલી ડિગ્રીઓ વેંચી છે કે આને દેશનું સૌથી મોટું ડિગ્રી કૌભાંડ કહી શકાય એમ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દેશના સૌથી મોટા ડિગ્રી કૌભાંડમાં આરોપીઓને પશ્ચિમ બંગાળથી ઝડપી પાડ્યા છે. આ હેકરે દેશની 60 જેટલી યુનિવર્સિટીની વેબસાઈટ હેક કરી 5000 નકલી ડિગ્રીઓ વેંચી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આરોપીઓએ 1 લાખ રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીમાં ડિગ્રી વેંચતા હતા.