અમદાવાદના સી.જી.રોડ ગીરીશ કોલ્ડ્રીક્સ સામે આવેલા રૂદ્રપ્લસ કોમ્પ્લેક્ષમાં પહેલા માળે આવેલા એક્વા સ્પામાં વિદેશી યુવતીઓ બિઝનેસ વિઝા પર આવી હતી અને નોકરી કરતી હતી. જોકે બુધવારે પોલીસે ચાર થાઈલેન્ડની યુવતીઓ મળી આવતાં મેનેજર અને સંચાલક સામે ફોરેનર્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. દરોડા બાદ માલિક રફૂચક્કર થઇ જતાં પોલીસે તેની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.



સીજી રોડ રૂદ્રપ્લસ કોમ્પલેક્ષમાં પહેલા માળે આવેલા એક્વા સ્પામાં નવરંગપુરા પોલીસે દરોડા પાડ્યા હતાં. જોકે સ્પામાં તપાસ દરમિયાન ચાર વિદેશી યુવતીઓ મળી આવી હતી. આ ચારેય યુવતીઓની પોલીસે અટકાયત કરી હતી.



ચારે યુવતીઓ વિદેશથી બિઝનેસ વિઝા પર ભારત આવી હતી અને આ સ્પામાં નોકરી કરતી હતી. પોલીસે રિસેપ્શન પર હાજપ અને બોપલ દેવ દર્શન બંગ્લોઝમાં રહેતા અરીદંમ અચીત્ય હાઝરાને પકડી પાડ્યો હતો. અરીદંમ મુળ વેસ્ટ બંગાલનો છે અને મેનેજર તરીકે કામ કરે છે.



પોલીસે સ્પાના માલિક જયંતકુમાર ઘટક (રહે.બોપલ) સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલી ફોરેનર્સ એમેન્ટમેન્ટની કલમો હેઠળ હુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.