અમદાવાદ: શહેરમાં દિવસેને દિવસે લોકોના રક્ષક જ ભક્ષક બની રહ્યા છે. સોલા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક આકાશ પટેલ નામનો પોલીસકર્મી હજુ પણ પોલીસની પકડવા નથી આવ્યો. આકાશ નામના પોલીસ કર્મીએ ફરિયાદી પાસે બંદૂકની અણીએ રૂપિયા 70 લાખની ખંડણીની માંગણી કરી હતી, જોકે મામલો 50 લાખ સુધી આવી પહોંચ્યો, ફરિયાદી અને તેના સંબંધીનું અપહરણ કર્યા પછી શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરતા રહ્યા અને ધાક ધમકી આપી પૈસા આંગડિયા પેઢીમાં જમા કરાવવાની ફરજ પાડી. સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ હવે આ કેસની તપાસ 29 મી ઓગસ્ટે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના પીઆઇને સોંપી દેવામાં આવી છે.




અમદાવાદ શહેરમાં અત્યાર સુધી લોકોમાં ગુનેગારોમાં થકી જ ડરનો માહોલ હતો પરંતુ હવે તો પરિસ્થિતિ એવી સર્જાય છે કે જે પોલીસ લોકોને સુરક્ષા માટે છે તેના છીએ લોકો સુરક્ષિત નથી. અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં 24 મી ઓગસ્ટના રોજ પોલીસકર્મી  વિરુદ્ધ અપરણ કરી ખંડણી માંગવાની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ નોંધાયાને છ દિવસ જેટલો સમય થવા આવ્યો પરંતુ હજુ સુધી આરોપીની ભાળ નથી મળી. આકાશે ફરિયાદી સંજય પટેલ પાસે ગેરકાયદેસર રીતે અપહરણ કરી ખંડણી માંગવામાં આવી હતી. 


ટૂર એન્ડ ટ્રાવેલ્સના વેપાર સાથે સંકળાયેલ સંજય પટેલ જ્યારે અમદાવાદના ગોતા વિસ્તાર સ્થિત તેમની ઓફિસે હતા ત્યારે પાર્કિંગ એરિયામાં આકાશ અને તેના સાગરીતોએ આવી હાથ કડી પહેરાવી દીધી હતી. ક્રાઈમ બ્રાન્ચના અધિકારી હોવાની ઓળખ આપી તેમને ગાડીમાં બેસાડી લઈ જવામાં આવ્યા. જ્યારે ફરિયાદી દ્વારા અવારનવાર તેમને પૂછવામાં આવ્યું કે તેમને શુ ગુનો કર્યો છે અને શા માટે તેમને લઈ જવામાં આવી રહ્યા છે?


18 મી ઓગસ્ટના રોજ ફરિયાદી સંજય અને તેમનો ભત્રીજો પાર્કિંગ વિસ્તારમાં હતા. ત્યારે શિયાઝ કારમાં ત્રણ લોકો આવ્યા, જેમાંથી એક આકાશ પટેલ હતો. જેને ક્રાઈમ બ્રાન્ચના અધિકારી હોવાની ઓળખ આપી હતી એક મેટરમાં તેમની પૂછપરછ કરવાની હોવાથી તેમને લઈ જવા માટે આવ્યા હોવાનું કહેવામાં આવ્યું અને તેમની પાસેથી મોબાઇલ પણ લઈ લેવામાં આવ્યા. તેમનું અપહરણ કર્યા બાદ રસ્તામાં તેમની પાસે રૂપિયા 70 લાખની માગણી કરવામાં આવી. પૈસાની સગવડ કરવા ફરિયાદી સંજય પટેલે તેના મિત્ર પાસે કરાવી અને તેમને સીજીરોડની સોમા આંગડિયા પેઢીમાંથી રૂપિયા ૩૫ લાખ મેળવી લીધા. 35 લાખ મેળવ્યા બાદ બીજા 20 લાખ સરખેજ વિસ્તારની પીએમ આંગડિયા પેઢીમાંથી ઉપાડવામાં આવ્યા હતા. જે બાદ ફરિયાદી સંજય અને તેના ભત્રીજાને છોડી મૂકવામાં આવ્યા.


ફરિયાદીનું કહેવું છે કે તેનું અપહરણ શા માટે કરવામાં આવ્યું તેનો હજુ સુધી ખ્યાલ નથી પરંતુ એ વાતની શંકા છે કે આરોપીઓ દ્વારા તેની અગાઉથી રેકી કરવામાં આવી હોય અથવા તો તેની તપાસ કરવામાં આવી હોઈ શકે. સી.જી રોડની આંગડિયાપેઢીમાંથી 35 લાખ સહિત અન્ય 20 લાખ મળી કુલ રૂપિયા 55 લાખ સરખેજન એક આંગડિયા પેઢીમાં મોકલવામાં આવ્યા. ત્યાંથી સાણંદની આંગડિયા પેઢીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતાં. જોકે બીજા દિવસે રૂપિયા 25 લાખ સાણંદથી કલોલની આંગડિયા પેઢીમાં શિવ નામના વ્યક્તિ દ્વારા ફરિયાદીને પરત મોકલી દેવામાં આવ્યા હતા.




Abp asmita એ આરોપી આકાશ પટેલના સાણંદ સ્થિત રાધે ઉપવન સોસાયટીના 154 નંબરના ઘરે જઈને તેમના પરિવારજનોનો સંપર્ક સાચવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેમના ઘરેથી જવાબ આપવાનો તો ઠીક પરંતુ ઘરનો દરવાજો ખોલવાની તસ્દી પણ ન લેવામાં આવી ઘરે તેના પિતાની નેમ પ્લેટની સાથે પોલીસ 'લખેલું પણ જોવા મળ્યું. આકાશ પટેલ નામનો આરોપી 17 ઓક્ટોબર 2021 થી સાબરમતી પોલીસ સ્ટેશનમાં કાર્યરત છે. જેની સામે અગાઉ વર્ષ 2020 માં 8 જૂન 2022માં આનંદ નગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ ચૂકી છે. 


પાલડી વિસ્તારના એક ફરિયાદીને વિશ્વાસમાં લઈ સેલ્ફી ડ્રાઈવ માટે લીધેલી કાર રૂ.12,00,000 માં બારોબાર વેચી મારી હતી. તે સમયે દિનેશભાઈ ઠક્કર નામના ફરિયાદીને આરોપી આકાશ પટેલે કે કંપનીમાં ફરજ બજાવતો હોવાની ઓળખ આપી હતી. તે સમયે ફરિયાદ કરનાર દિનેશ ઠક્કર સાથે એબીપી અસ્મિતા ટેલીફોનિક વાતચીતમાં કહ્યું કે આ કેસમાં આકાશ પટેલે આકોદરા જામીન મેળવી લીધા હતા અને માત્ર નિવેદન લખાવી દીધુ હતું. બાદમાં તેના પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ ન હતી


ફરિયાદી પાસે રૂપિયા ૫૫ લાખ પૈકી 25 લાખ તો તેની પાસે આવી ગયા છે. આ ઉપરાંત બાકીના 30 લાખ પૈકી 7 લાખ પણ પોલીસે રિકવર કરી લીધા છે. જ્યારે બાકીના 15,00,000 આકાશ પોતે લીધા છે. એક લાખ ધોળકાના એક વ્યક્તિ પાસે છે, જ્યારે સાત લાખ શિવ નામના અન્ય એક વ્યક્તિ પાસે હોવાની વિગતો હાલ સામે આવી છે.