અમદાવાદઃ શહેરમાં બપોરે વરસાદનું આગમન થયું છે. શહેરના પાલડી, અંજલિ, વાસણા, મીઠાખળી, પ્રહલાદનગર, એસજી હાઈવે સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.  અમદાવાદમાં સિઝનનો 27 ઇંચ વરસાદ થયો છે. પૂર્વ બાદ પશ્ચિમ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. ત્યારે શહેરના મીઠાખળી અંડરપાસમાં બસ ફસાઈ ગઈ છે. સામાન્ય વરસાદમાં મીઠાળી અંડરપાસમાં પાણી ભરાયા છે. બસમાં કોઈ મુસાફર નથી. ડ્રાઈવર અને કંડક્ટર દ્નારા  બસને બહાર કાઢવા માટે કામગીરી શરુ કરાઈ. અંડરપાસમાંથી પસાર થવા જતાં રીક્ષા પણ બંધ પડી ગઈ હતી. જેને ધક્કો મારીને બહાર કાઢવી પડી હતી. 


આજે અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. વહેલી સવારે નીકળેલા તડકા બાદ બપોર થતાં વરસાદ શરૂ થયો હતો. બપોર થતાં અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા 5 દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે.  અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. ખોખરા, હાટકેશ્વર, મણિનગર, રામોલ, હાથીજણ વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું.  બે દિવસથી ગરમી વચ્ચે વરસાદના કારણે ઠંડક પ્રસરી છે. 


 


ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ પડ્યા પછી હવે વરસાદ મામલે રાહતના સમાચાર સામે આવ્યા છે. આગામી 5 દિવસ રાજ્યમાં નહિવત વરસાદ રહેશે. વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ આવી શકે છે. આ સાથે હવામાન વિભાગે નવરાત્રિમાં વરસાદને લઈને આગાહી કરી છે. 


 


હવામાન વિભાગે આગાહી કરી છે કે, વાવાઝોડું શાહીન હવે ગુજરાત કાંઠેથી 400 કિમિ દૂર છે. આગામી 12 કલાક માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. હવે ચોમાસુ પૂર્ણ થવાની પરિસ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. 6 ઓક્ટોબર થી ચોમાસાની રાજ્યમાંથી વિદાય થવાની શરૂઆત થશે. નવરાત્રીમાં વરસાદનો ખતરો નહિ રહે. રાજ્યમાં વરસાદની ઘટ સંપૂર્ણ દૂર થઈ છે.  2 ટકા વધારે વરસાદ નોંધાયો છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં 24 ટકા વધુ વરસાદ નોંધાયો છે. 


 


શાહીન વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યાં છે.  હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 12 કલાકમાં વેલમાર્ક પ્રેશર ડિપ ડિપ્રેશનમાં ફેરવાશે.  આગામી 24 કલાકમાં એ જ ડિપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થશે.  જો કે વાવાઝોડાની દિશા પાકિસ્તાન તરફ ફંટાઈ જશે.  જેને લઈને આજે સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.