અમદાવાદઃ આજે 2 ઓક્ટોબરના ગાંધી જયંતિ નિમિતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રામસભાઓ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના પીપળી ગ્રામ પંચાયતની ગ્રામસભામાં જળ જીવન મિશન અમલીકરણ અંગે સીધો સંવાદ કર્યો હતો. જેમાં સ્વચ્છતા, પર્યાવરણ, આરોગ્ય અને વેક્સિનેશનની કામગીરી અંગેના મુદ્દાઓની ચર્ચા કરાઈ હતી. તેમજ પીંપળી ગ્રામસભાએ પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવાનો ઠરાવ પસાર કરાયો હતો. આ સંવાદને પગલે સમગ્ર પંથકમાં ગર્વની સાથે ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી. 


મહાત્મા ગાંધી જયંતિ પ્રસંગે રાજ્યભરમાં સફાઇ અભિયાન સહિત રાજ્યની 14250 ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ખાસ ગ્રામસભા માટે પાલનપુર તાલુકાના પીંપળી ગામની પસંદગી કરાઈ છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ગ્રામસભાઓ અંતર્ગત પીંપળી ગ્રામ પંચાયતની ગ્રામસભામાં જલ જીવન મિશન અમલીકરણ અંગે સીધો સંવાદ કર્યો હતો. વડાપ્રધાને સવારે-11.00 કલાકે ગ્રામસભાઓને સંબોધન કરી માર્ગદર્શન આપ્યું હતું અને તેનું જીવંત પ્રસારણ ગ્રામ પંચાયતોમાં થાય એવું આયોજન પંચાયત- ગ્રામવિકાસ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. 


પીપળી ગામે પ્રધાનમંત્રી સાથે સીધા સંવાદમાં સમગ્ર ગુજરાતમાંથી બનાસકાંઠાની પીપળી ગ્રામપંચાયતની સારી કામગીરીને લઈને પસંદ કરાઈ હતી. પ્રધાનમંત્રીએ ઓનલાઈન પીપળી ગામના લોકો સાથે સંવાદ કરતા પીપળી ગામના લોકો સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખુશી ફેલાઈ હતી. પીપળીધામની જલ જીવન મિશન અંતર્ગત ઘેર ઘેર પીવાના પાણીમાંની સુવિધા સહિત ગામમાં સ્વચ્છતા અને ગામમાં ગટર લાઈન ને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીપળી ગામ ને પસંદ કર્યું હતું. 


અમારા ગામમાં નલ સે જલ સ્વચ્છતા સહિતની  તમામ સુવિધાઓને ધ્યાને લઇ પ્રધાનમંત્રીના  સીધા સંવાદમાં અમારા ગામની પસંદગી થઈ  છે ગામમાં નલ સે જલ અંતર્ગત ઘેર ઘેર પાણીના નળને સુવિધા કરવામાં આવી છે ત્યારે  સોચક્રિયા માટે ઘેર ઘેર સૌચાલય પણ બનાવવામાં આવ્યા છે ત્યારે ગામમાં ગટર લાઈન ની સુવિધાને લઈને ગામમાં પાણીનો વેડફાટ પણ થતો નથી આમ સ્વચ્છતા પાણી અને સફાઈ પર પીપળી ગામે ભાર મૂક્યો છે જેના કારણે દેશના વડાપ્રધાને પીપળી ગામની પસંદગી કરી છે.