Latest Ahmedabad Rain: અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. બપોર બાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પવનની હળવી ગતિ સાથે ઘણા વિસ્તારોમાં મેઘમહેર થઈ હતી. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
અમદાવાદમાં ક્યાં ક્યાં છે વરસાદ
અમદાવાગના જુહાપુરા, શ્યામલ, વેજલપુર, જીવરાજપાર્ક, જોધપુર, શિવરંજની, નહેરુનગર, પરિમલ ગાર્ડન, ઈસ્કોન, પકવાન, એસજી હાઈવે, ગુજરાત કોલેજ, એલીસબ્રિજ, લોગાર્ડન, પાલડી, જમાલપુર સહિત અનેક વિસ્તોરમાં વરસાદ છે. હવામાન વિભાગ દ્વારા પણ અમદાવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની (Heavy Rain) આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગ (IMD) અનુસાર દક્ષિણ ગુજરાતમાં સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે આજે ભારેથી અતિભારે વરસાદ (Rain) પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ:
- આજે (28 જૂન): સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
- બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
- 29 જૂન: નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
- 30 જૂન: ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
- 1 જુલાઈ: વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, સુરત, નવસારીમાં ભારે વરસાદની આગાહી.
- 2 જુલાઈ: નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલ અનુસાર અરબી સમુદ્ર અને ઓરિસ્સામાં સિસ્ટમ બનતા દેશ સહિત રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં 30 જૂનથી 1 જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે અતિભારે વરસાદની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે. 2 થી 5 જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. 5 થી 12 જુલાઈ વચ્ચે દેશ સહિત રાજ્યના ભાગોમાં પણ ભારે વરસાદ ની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ ની શક્યતા છે. વરસાદની પગલે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પુરની સ્થિતિ ઊભી થવાની શક્યતા છે.