Ahmedabad : અમદાવાદમાં પાણી કે પાણીમાં અમદાવાદ? અમદાવાદમાં વરસાદના 12 કલાક પછી પણ અમુક વિસ્તારમાં પાણી ન ઓસરતા અમદાવાદવાસીઓને આ પ્રશ્ન થયા એ સ્વાભાવિક છે. ગઈકાલે 10 જુલાઈએ પડેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. જો કે અમુક વિસ્તારમાં પાણી ઓસરી ગયા હતા. પણ અમુક વિસ્તારમાં 12 કલાક બાદ પણ પાણી ન ઓસરતા સ્થાનિકો મુશ્કેલીની સામનો કરી રહ્યાં છે. સાથે પ્રશાસનની કામગીરી પર પણ સવાલ થઇ રહ્યાં છે. 


પ્રહલાદ નગર અને બોપલ વિસ્તારમાં પાણી જ પાણી 
અમદાવાદમાં વરસાદે વિરામ લીધાના 12 કલાક બાદ પણ અમદાવાદના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે. અમદાવાદ શહેરના પોશ ગણાતા પ્રહલાદનગર વિસ્તારથી સરખેજ તરફ જવાના રસ્તે રસ્તાઓ હજી પણ પાણીમાં ગરકાવ છે. પોશ ગણાતા કોર્પોરેટ રોડ પર રસ્તો બંધ કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. આ  વિસ્તારમાં આવેલું 'પાંચ તળાવ' છલોછલ બરૈ ગયું છે. રસ્તા પર ભરાયેલા પાણીમાં હજુ પણ અમુક વાહનો ડૂબેલા છે. આ વિસ્તરમાં દુકાનોમાં પણ પાણી ઘુસી ગયા છે. પ્રહલાદનગર જેવી જ સ્થિતિ બોપલ, આંબલી, શેલા, સરસપુર વિસ્તારોની છે - જુઓ વિડીયો 



સરસપુરમાં 9  કલાક બાદ પણ પાણી નથી ઓસર્યા 
ભગવાન જન્નાથજીના મોસાળીયા મુશ્કેલીમાં મુકાયા છે. અમદાવાદના સરસપુરમાં પાણી ન ઓસરતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદ બંધ થયાના 9 કલાક બાદ પણ યોગ સર્કલ પાણીમાં ગરકાવ છે. જો કે આ વિસ્તારના  કોર્પોરેટર દિનેશ કુશવાહાએ કોર્પોરેશનનો ભવા કર્યો હતો અને કહ્યું હતું કે પહેલા વધારે પાણી ભરાતું હતું અને હવે ઓછું ભરાય છે. જી કે તેમણે એ વાતનો સ્વીકાર કર્યો કે સરસપુરમાં વર્ષોથી પાણી ભરાય છે. 


જીવરાજ પાર્ક અને વાસણામાં ઘરમાં ઘુસ્યા પાણી 
મળતી માહિતી મુજબ વાસણા અને જીવરાજપાર્ક વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. જીવરાજ પાર્કમાં  મહિમા એપાર્ટમેન્ટ અને વાસણા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલી સોસાયટીઓમાં વરસાદી પાણા ઘરમા પાણી ઘુસી ગયા છે. લોકોની ઘરવખરી પાણીમાં ડૂબી ગઈ છે અને લાખો રૂપિયાનું નુકસાન થયું છે.