સુરત: પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયાના આજે ગુજરાત હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા હતા. 6 મહિના સુધી સુરતમાં નહીં પ્રવેશવાની શરતે હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા હતા. સુરત પોલીસે રાજદ્રોહના કેસમાં આરોપી અલ્પેશ કથીરિયાની ધરપકડ કરવામાં આવી હતી.


અલ્પેશને જામીન મળતાં પાટીદારોમાં ખુશીનો માહોલ હતો. સુરતમાં અલ્પેશના ઘરે સગા સ્નેહી અને મિત્રો, પાસના કાર્યકરોને મેળાવડો જામ્યો હતો. પરંતુ પાટીદાર નેતા વિઠ્ઠલ રાદડિયાના નિધનને લઈ ઉજવણી નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેલમાંથી બહાર આવ્યા બાદ અલ્પેશ વિઠ્ઠલ રાદડિયાને શ્રદ્ધાંજલિ  આપવા જશે અને માતાજીના દર્શને પણ જશે.

જેલમુક્ત થયા બાદ અલ્પેશ કથીરિયા અનામત આંદોલનનો ચહેરો બનીને આંદોલન ચલાવે છે કે નહીં તેના પર બધાની નજર રહેશે.

વડોદરામાં ભારે વરસાદથી કઈ ટ્રેનો કરવામાં આવી રદ્દ, જાણો વિગતે

અમદાવાદમાં ભારે વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, વાહનચાલકોને મુશ્કેલી 

વડોદરામાં છ ઈંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ, જુઓ તસવીરો