Ahmedabad: અમદાવાદ શહેરમાં રોચગાળાના આંકડા સામે આવ્યા છે, છેલ્લા એક મહિનામાં અમદાવાદ શહેરમાં કેટલા લોકો રોગચાળાની ઝપેટમાં આવ્યા છે, તે અંગેના એમમસીએ આંકડા જાહેર કર્યા છે. એક મહિના દરમિયાન કુલ 12 દર્દીઓને હૉસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જે તમામને બાદમાં સારવાર આપી રજા આપવામાં આવી છે. 


એએમસીના આંકડા અનુસરા, અમદાવાદ શહેરમાં છેલ્લા મહિના દરમિયાન જુદા જુજા રોગના આંકડા નોંધાયા છે, જેમાં એપ્રિલ મહિનામાં ઝાડા ઉલ્ટીના 373 કેસ નોંધાયા છે, તેમજ ગરમીના કારણે તાવના કુલ 678 કેસ, માથાના દુખાવાના એક મહિનામાં 85 કેસ, અને પેટમાં દુઃખાવાના એપ્રિલ મહિનામાં કુલ 380 અને માર્ચ મહિનામાં 1000 કોલ મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, એક માસમાં AMC સંચાલિત હૉસ્પીટલમાં કુલ 12 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા, જેઓને બાદમાં એક દિવસની સારવાર પછી રજા આપી દેવામાં આવી હતી. 


 


IMA On Antibiotics: 'એન્ટીબાયોટિક્સ લેવાથી બચવું જોઇએ', જાણો કેમ તાવના વધતા કેસ વચ્ચે IMAએ જાહેર કરી એડવાઇઝરી


IMA On Antibiotics: ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ શુક્રવારે (3 માર્ચ) એક એડવાઇઝરી જાહેર કરીને લોકોને એઝિથ્રોમાઇસીન અને અમોક્સિક્લેવ જેવી એન્ટિબાયોટિક્સ લેવાનું ટાળવા વિનંતી કરી. IMA ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉક્ટર શરદ કુમાર અગ્રવાલ અને અન્ય સભ્યોએ સલાહકારમાં જણાવ્યું હતું કે જ્યારે એન્ટિબાયોટિકની જરૂર ન હોય ત્યારે લેવી ન જોઇએ નહી તો તેનાથી એન્ટિબાયોટિક રેજિસ્ટેન્સ થાય છે.


ડૉક્ટરોએ કહ્યું હતું કે જ્યારે પણ એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરવાની જરૂર પડે છે ત્યારે તે પ્રતિકારને કારણે કામ કરશે નહીં. તેમણે કહ્યું કે તાજેતરમાં ઉધરસ, ઉલટી, ગળામાં દુખાવો, તાવ, શરીરમાં દુખાવો અને ઝાડા જેવા લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યામાં અચાનક વધારો થયો છે. ચેપ સામાન્ય રીતે લગભગ 5 થી 7 દિવસ સુધી રહે છે. તાવ ત્રણ દિવસમાં ઉતરી જાય છે. ઉધરસ ત્રણ અઠવાડિયા સુધી ચાલુ રહી શકે છે. NCDC તરફથી મળેલી માહિતી અનુસાર, આમાંથી મોટાભાગના કેસ H3N2 વાયરસના છે.


શરદી કે ખાંસી થવી સામાન્ય બાબત છે


એસોસિએશનનું કહેવું છે કે ઈન્ફલ્યુએન્ઝા અને અન્ય વાયરસના કારણે ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન શરદી કે ઉધરસ થવી સામાન્ય બાબત છે. અન્ય ઘણી એન્ટિબાયોટિક્સનો અમુક પરિસ્થિતિઓ માટે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે અને દર્દીઓમાં પ્રતિકારક ક્ષમતા વિકસાવી રહી છે. દાખલા તરીકે ઝાડાનાં 70 ટકા કેસ વાયરલ છે, જેને એન્ટિબાયોટિક્સની જરૂર નથી પરંતુ ડૉક્ટરો દ્વારા એન્ટિબાયોટિક્સ સૂચવવામાં આવી રહી છે.









શનિવારે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) ના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ભારતમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી સતત ઉધરસ અને કેટલાક કિસ્સાઓમાં તાવ સાથે ઉધરસનું કારણ 'ઈન્ફ્લુએન્ઝા A' નો પેટા પ્રકાર 'H3N2' છે.


ICMR વૈજ્ઞાનિકોએ એમ પણ કહ્યું કે H3N2, જે છેલ્લા બે-ત્રણ મહિનાથી વ્યાપકપણે ફેલાયેલો છે, તે અન્ય પેટાપ્રકારોની સરખામણીમાં દર્દીઓના હોસ્પિટલમાં દાખલ થવાનું મુખ્ય કારણ છે. ICMR તેના 'વાયરસ રિસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટિક લેબોરેટરીઝ નેટવર્ક' દ્વારા શ્વસન વાયરસથી થતા રોગો પર નજીકથી નજર રાખી રહ્યું છે.