Ahmedabad Rath Yatra 2023 Live: અમદાવાદમાં 146મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, ભગવાનના રથ નીજ મંદિર ફર્યા પરત

ભગવાન જગન્નાથ 72 વર્ષ પછી નવા રથ પર બિરાજમાન થયા છે

gujarati.abplive.com Last Updated: 20 Jun 2023 07:55 PM
146મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે.  વાજતે ગાજતે ભગવાનના રથ નીજ મંદિરમાં પરત ફર્યા છે. 

ભક્તિના રંગે અમદાવાદ રંગાયુ

ભક્તિના રંગે અમદાવાદ રંગાયુ છે.  18 લાખથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો છે.  રથયાત્રા નીજ મંદિર પરત ફરી રહી છે. સવારથી જ રથયાત્રાના રુટ પર ભક્તો ઉમટી પડ્યા હતા. 

જૂનાગઢમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી રથયાત્રા

 દેશ ભરમાં આજે અષાઢી બીજના પાવન પર્વની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.. જે અંતર્ગત સાધુ સંતોની પાવન ભૂમિ એવા જૂનાગઢ શહેરમાં 19 મી ભવ્ય રથ યાત્રા નીકળી. 'જય રાણછોડ માખણ ચોર ' ના નાદ સાથે નીકળેલ રથ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.રથ યાત્રા શહેરના જગન્નાથ મંદિરથી પ્રસ્થાન થયા બાદ શહેરના સેજની ટાકી વિસ્તાર, જનતા ચોક,, કાળવા ચોક સહિતના માર્ગ પરથી પસાર થઇ હતી. રથ યાત્રા અંતર્ગત એક એસ આર પી ટુકડી સહીત કુલ 700 પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. મહત્વનું છે કે તાજેતરમાં જૂનાગઢના મજેવડી દરવાજા ખાતે થયેલા ઘર્ષણના બનાવ બાદ તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા રથ યાત્રામાં કોઈ અનિછનીય બનાવ ન બને તેની તકેદારી રાખી આયોજન કરવામાં આવ્યું હતું.

રથયાત્રા દરમિયાન અમદાવાદના દરિયાપુરમાં દુર્ઘટના

અમદાવાદના દરિયાપુરમાં રથયાત્રા પસાર થતી હતી ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી. કડિયા નાકા વિસ્તારમાં સ્લેબ ધરાશાયી થયો હતો. જેમાં  8 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. હાલ એકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

અખાડા હલીમની ખડકી પહોંચ્યા

મોસાળ સરસપુરમાં વિશ્રામ કર્યા બાદ રથયાત્રાએ ફરી નીજ મંદિર તરફ પ્રયાણ કર્યુ છે. અખાડા હલીમની ખડકી પહોંચ્યા છે. 

ભગવાન જગન્નાથના રથ  સરસપુર પહોંચ્યા

રથયાત્રા નિમિત્તે અમદાવાદ ભક્તિના રંગમાં રંગાયું હતું. ભગવાન જગન્નાથના રથ  સરસપુર પહોંચ્યા હતા. ભગવાનને આવકારવા સરસપુરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

12 લાખ દર્શનાર્થીઓને ભગવાનના દર્શન કર્યા

અમદાવાદમાં ભગવાનના રથ  ચકલેશ્વર મહાદેવ પહોંચ્યા હતા. ગણતરીની મિનિટોમાં ભગવાન જગન્નાથ મોસાળ પહોંચશે. ભગવાનને આવકારવા મોસાળ સરસપુરમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. અત્યાર સુધીમાં 12 લાખ દર્શનાર્થીઓને ભગવાનના દર્શન

ભગવાન જગન્નાથજીના રથ રાયખડથી આગળ નીકળ્યા

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના રથ રાયખડથી આગળ નીકળ્યા હતા. ભક્તિ, ભજનનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. કરતાલ, ઢોલ-નગારા સાથે ભગવાનની ભવ્ય રથયાત્રા નીકળી હતી.

CM ડેશ બોર્ડથી નજર રાખી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

રથયાત્રામાં જી -20 યજમાનીની ઝાંખી જોવા મળી હતી




રથયાત્રામાં અનેક ટેબલો જોવા મળ્યા હતા






રથયાત્રામાં કષ્ટભંજન હનુમાનજીનો પણ ટેબલો


રથયાત્રામાં જી -20 યજમાનીની ઝાંખી જોવા મળી હતી

રથયાત્રામાં જી -20 યજમાનીની ઝાંખી જોવા મળી હતી. ટ્રકમાં પીએમ મોદી સહિત જી - 20 દેશના વડાપ્રધાનના કટ આઉટ જોવા મળ્યા હતા. ભારત સહિત અમેરિકા, જાપાનના પીએમના ક્ટ આઉટ જોવા મળ્યા હતા. 

રથયાત્રાના લઈ શહેરના કેટલા રૂટ બંધ રખાયા

રથયાત્રાના લઈ શહેરના કેટલાક રૂટ બંધ કરવામાં આવ્યા હતા. ખમાસા ચાર રસ્તાથી જમાલપુર ફૂલ બજાર સુધીનો રસ્તો બંધ કરાયો હતો. આસ્ટોડિયા ચકલાથી કાલુપુર સર્કલ સુધી, સારંગપુર સર્કલથી સરસપુર સુધી, કાલુપુર સર્કલથી કાલુપુર બ્રિજ સુધી, પ્રેમદરવાજા, દરિયાપુર દરવાજા, દિલ્લી ચકલા સુધી, દિલ્હી દરવાજાથી શાહપુર દરવાજા સુધી, શાહપુર ચકલાથી રંગીલા ચોકી-આર.સી.હાઈસ્કૂલ સુધી, ઘી કાંટા ચાર રસ્તાથી ગોળ લીમડા સુધીનો રસ્તો બંધ કરાયો હતો.

મુસ્લિમોએ રથયાત્રાનું સ્વાગત કર્યું હતુ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી ભગવાન જગન્નાથજીના રથનું પ્રસ્થાન કરાવ્યું હતું.

અમદાવાદમાં નીકળી રથયાત્રા

મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

અમદાવાદ રથયાત્રામાં ભગવાન જગન્નાથજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. રાજકોટ અને સુરતમાં પણ ધામધૂમથી રથયાત્રા નીકળી હતી.

કચ્છીઓના નવા વર્ષને લઇને પ્રધાનમંત્રીએ પાઠવી શુભેચ્છાઓ

વડાપ્રધાન મોદીએ રથયાત્રાની પાઠવી શુભેચ્છાઓ

અમિત શાહે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના મંદિરે મંગળા આરતીના દર્શન કર્યા હતા.

જગન્નાથ મંદિરથી રથયાત્રાનો વિધિવત રીતે પ્રારંભ

અમદાવાદમાં રથયાત્રાની પહિંદવિધી કરાઇ હતી. ભગવાન જગન્નાથના રથમાં મુખ્યમંત્રીએ પૂજા કરી હતી. પહિંદવિધી કાર્યક્રમમાં હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાનના આશિર્વાદ લીધા હતા. સોનાની સાવરણીથી રથ અને પથની સફાઇ કરી હતી. મુખ્યમંત્રીએ ખલાસીઓ સાથે મળી ભગવાનનો રથ ખેંચી પ્રસ્થાન કરાવ્યું હતું. બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો રથ પણ મંદિરની બહાર લવાયો હતો.  


 


 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાન જગન્નાથજીની મંગળા આરતીના દર્શન કર્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કરી ભગવાન જગન્નાથજીની મંગળા આરતીના દર્શન કર્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી સહિતના નેતાઓ અને મંત્રીઓ  ઉપસ્થિત રહ્યા હતા. 

અમિત શાહે રથયાત્રા નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.

ભૂપેન્દ્ર પટેલ સતત બીજીવાર પહિંદવિધિ કરશે

થોડીવારમાં અમદાવાદમાં ભગવાન જગન્નાથની ઐતિહાસિક 146મી રથયાત્રા નીકળવાની છે. થોડીવારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર પહોંચશે. આ પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરંપરા પ્રમાણે પહિંદવિધિ કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવશે. ભૂપેન્દ્ર પટેલ સતત બીજીવાર પહિંદવિધિ કરશે.

બ્રેકગ્રાઉન્ડ

Ahmedabad Rathyatra 2023: થોડીવારમાં અમદાવાદમાં ભગવાન જગન્નાથની ઐતિહાસિક 146મી રથયાત્રા નીકળવાની છે. થોડીવારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર પહોંચશે. આ પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરંપરા પ્રમાણે પહિંદવિધિ કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવશે. ભૂપેન્દ્ર પટેલ સતત બીજીવાર પહિંદવિધિ કરશે. 


અત્યારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામ રથ પર બિરાજમાન થયા છે. ભગવાન જગન્નાથ 72 વર્ષ પછી નવા રથ પર બિરાજમાન થયા છે. ભગવાન જગન્નાથ નંદીઘોષ રથ પર બિરાજમાન થયા છે. બહેન સુભુદ્રાજી દેવદલન  રથ  પર બિરાજમાન થયા છે. જ્યારે ભાઈ બલરામ તાલધ્વજ રથ પર બિરાજમાન થયા છે.




વહેલી સવારે જગન્નાથ મંદિરના કપાટ ખુલ્યા પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી હતી. આજે ભગવાન કલક્કતી વાઘાથી સજ્જ જોવા મળ્યા. ભગવાન મનમોહક સ્વરૂપના દર્શન કરી ભક્તો ધન્યા બન્યા છે. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને  જગદીશ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા.


આજે રથયાત્રાનો પાવન પર્વ છે. ભગવાનને ખીચડીનો પ્રસાદ ધરાવાય છે. 5000 કિલો ખીચડીનો પ્રસાદ તૈયાર કરાયો છે. જેમાં 2000 કિલો ચોખા, 1000 કિલો દાળ, 6000 કિલો ઘી , 8000 કિલો ડ્રાયફ્રુટ નાખવામાં આવ્યા. સાથે ભગવાનને આંખો આવી ગઈ હોવાથી ખીચડી સાથે કોળા ગવારનું શાક કરાય છે તૈયાર. 2000 કિલો કોળા ગવારનું શાક તૈયાર કરાયું . એક લાખ ભક્તો ખીચડી નો પ્રસાદ લેશે.


હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, રથયાત્રામાં મેઘરાજા હળવા વરસાદી છાંટા વરસાવી શકે છે. જો કે ભારે વરસાદની શક્યતા નહીંવત છે. આગામી 5 દિવસ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે. હાલ વાતાવરણમાં ભેજના કારણે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે, એકથી બે ડિગ્રી તાપમાન વધી શકે છે. જો કે હાલ પશ્ચિમી પવન ફૂંકાવાને કારણે ગરમીનો અનુભવ ઓછો થઇ શકે છે. 


રથયાત્રાની પૂર્વ સંધ્યાએ વિધાનસભા અધ્યક્ષે જગન્નાથ મંદિરે આરતી કરી હતી. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ આરતી કરી ભગવાન જગન્નાથજીના આશીર્વાદ મેળવ્યા. જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે કરાવ્યું પૂજન અને આરતી. જગન્નાથ મંદિરની આરતીમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.