તેમણે જણાવ્યું હતું કે, આજે બેઠક થઈ. મહારાજની આજ્ઞા મુજબ નક્કી કરાયું છે કે સાદગીથી યાત્રા નીકળશે. રથયાત્રામાં ભજન મંડળી, ટ્રક, ઝાંખી આ વખતે નહીં હોય. માત્ર 3 ટ્રક જ યાત્રામાં જોડાશે. તમામને અપીલ કે ચેનલોને માધ્યમથી યાત્રા નિહાળે. સરકાર તરફથી હજુ જે દિશાનિર્દેશ મળશે તેને ફોલો કરીશું.
મહેન્દ્ર ઝાએ વધુમાં જણાવ્યું હતું કે, 5 જૂને જળયાત્રા મહોત્સવમાં માત્ર પૂજારી અને ટ્રસ્ટીઓ જ જોડાશે. રથયાત્રામાં રથ ખેંચનાર સિવાય લગભગ કોઈ નહીં હોય. એક રથમાં 30 જેટલા ખલાસી ભાઈઓ રહેશે તેવું આયોજન કરીશું. નિયમોનું પાલન કરાશે. મામેરામાં આ વખતે માત્ર એક કે બે લોકોને આમંત્રિત કરીશું, ભીડ ન થાય તેવું કરીશું. રણછોડ મંદિર તરફથી આ વખતે એક કે બે લોકોને જ આવવાનું કહેવાશે. સૂર્યગ્રહણ હોવાથી આ વખતે નેત્રોત્સવ વિધિ બપોરે 4 વાગ્યા બાદ થશે.