અમદાવાદમાં આંશિક રાહત બાદ ફરી કેસમાં વધારો થયો છે. અમદાવાદ શહેરમાં ગુરૂવારે કોરોનાના દૈનિક કેસ ૪૧૪ ઘટયા હતા. પરંતુ શુક્રવારે દૈનિક કેસમાં ૧૩૩નો વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા ૫ હજાર ૩૯૧ કેસ અને ૨૩ લોકોનાં મોત થયા.  દૈનિક કેસ વધવા છતાં કોરોનાની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા લઈ ઘરે પરત ફરનારા લોકોની સંખ્યા શુક્રવારે વધીને ૨ હજાર ૯૫૬ ઉપર પહોંચી છે. આ સાથે એકિટવ કેસની સંખ્યા વધીને ૬૧ હજાર ૭૮૭ ઉપર પહોંચી છે. અમદાવાદમાં અત્યાર સુધી 1 લાખ 60 હજાર 715 કેસ નોંધાયા છે. અને અત્યાર સુધી 2 હજાર 847 દર્દીઓના મૃત્યુ થયા છે. જો કે રાહતની વાત તે છે કે અત્યાર સુધી 93 હજાર 669 લોકો કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે.

સતત નવમાં દિવસે 5 હજારથી વધુ કેસ

તારીખ    

કેસ

મોત

30 એપ્રિલ

5391

23

29 એપ્રિલ

5258

25

28 એપ્રિલ

5672

26

27 એપ્રિલ

5669

26

26 એપ્રિલ

5619

26

25 એપ્રિલ

5790

27

24 એપ્રિલ

5617

25

23 એપ્રિલ

5411

21

22 એપ્રિલ

5142

23

કુલ

49569

222

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 14605 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ છે. છેલ્લા 5 દિવસથી નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી  વધુ 173 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 7183  પર પહોંચી ગયો છે.

રાજ્યમાં ગઈકાલે 10180 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,18,548 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 42 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 142046   પર પહોંચ્યો છે. જેમાંથી 613 લોકો વેન્ટિલેટર પર અને 141433 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 73.72  ટકા છે.

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 23, સુરત કોર્પોરેશન-16, વડોદરા કોર્પોરેશન-11, રાજકોટ કોર્પોરેશ 14, મહેસાણા-3, જામનગર કોર્પોરેશન- 9,   જામનગર-8, ભાવનગર કોર્પોરેશન 5, સુરત 7, દાહોદ 3, વડોદરા 6,   બનાસકાંઠા 1, પાટણ 2, ભાવનગર 5, સુરેન્દ્રનગર-7, અમરેલી 2, ખેડા 0,   ગાંધીનગર કોર્પોરેશન-2, ગાંધીનગર-2, સાબરકાંઠા 9, કચ્છ 5, નવસારી 0, જૂનાગઢ કોર્પોરેશન 3, જૂનાગઢ 5, ભરૂચ 2, આણંદ 0, મહીસાગર 2, વલસાડ 4, અરવલ્લી 2, નર્મદા 0, પંચમહાલ 2, ગીર સોમનાથ 0, તાપી 0. મોરબી 3, છોટા ઉદેપુર 1, પોરબંદર 1, અમદાવાદ 0, દેવભૂમિ દ્વારકા 2, રાજકોટ 3, ડાંગ 0 અને બોટાદ 3 મોત સાથે કુલ 173 લોકોના મોત થયા છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 5391, સુરત કોર્પોરેશન-1737, વડોદરા કોર્પોરેશન-654, રાજકોટ કોર્પોરેશ 621, મહેસાણા-516, જામનગર કોર્પોરેશન- 396,   જામનગર-352, ભાવનગર કોર્પોરેશન 300, સુરત 274, દાહોદ 268, વડોદરા 267,   બનાસકાંઠા 234, પાટણ 233, ભાવનગર 212, સુરેન્દ્રનગર-211, અમરેલી 197, ખેડા 179,   ગાંધીનગર કોર્પોરેશન-169, ગાંધીનગર-162, સાબરકાંઠા 161, કચ્છ 157, નવસારી 142, જૂનાગઢ કોર્પોરેશન 138, જૂનાગઢ 134, ભરૂચ 133, આણંદ 132, મહીસાગર 129, વલસાડ 126, અરવલ્લી 119, નર્મદા 118, પંચમહાલ 114, ગીર સોમનાથ 111, તાપી 99, મોરબી 94, છોટા ઉદેપુર 89, પોરબંદર 49, અમદાવાદ 48, દેવભૂમિ દ્વારકા 48, રાજકોટ 42, ડાંગ 35 અને બોટાદ 14 કેસ સાથે કુલ 14605 કેસ નોંધાયા છે.

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 96,94,767 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 23,92,499 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,20,87,266 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.