અમદાવાદ શહેર બીજેપીની બેઠક મળી, 33 જિલ્લામાં પૂર્ણકાલીન બેઠક યોજાઇ
abpasmita.in | 18 Sep 2016 06:32 PM (IST)
અમદાવાદઃ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વધાણીની અધ્યક્ષતામા રવિવારે અમદાવાદ શહેર બીજેપી સંગઠનની બેઠક વસ્ત્રાપુર વિસ્તારના મ્યુનિ કોમ્યૂનિટી હોલમાં મળી હતી. 33 જિલ્લાઓ અને 8 મહાનગરોમાં બીજેપી એક દિવસીય પૂર્ણકાલીન બેઠક યોજી રહી છે. ત્યારે આજે અમદાવાદ મહાનગરની એક દિવસીય બેઠક યોજાઈ હતી. જેમાં અમદાવાદ શહેરના ધારાસભ્યો, કોર્પોરેટરો, સંગઠનની વિવિધ જવાબદારી સાંભળતા પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે બીજેપી પ્રદેશ પ્રમુખ જીતુ વઘાણીએ ઉરુમાં 17 ભારતીય સૈન્યના સહાદત પર દુઃખ વ્યક્ત કર્યું હતું.