Ahmedabad: અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે અકસ્માતના બનાવ બની રહ્યા છે . શહેરમાં 24 કલાકમાં હિટ એન્ડ રનની બીજી ઘટના બની છે. નરોડા પાટીયાથી ગેલેક્સી તરફ જતાં રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે રાહદારીનું મોત થયું છે. મૃતક યુવક બાપુનગર વિસ્તારનો રહેવાસી છે.  ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.


BMW ચાલકે ગઈકાલે દંપત્તિને લીધું હતું અડફેટે


અમદાવાદ શહેરમાં ઝાયડસ હોસ્પિટલથી સિસ્મ હોસ્પિટલ જવાના રસ્તા પર એક પુરપાટ ઝડપે આવતી BMW કારે એક દંપતીને અડફેટે લેતા દંપતી ફંગોળાઈને રસ્તા પર પટકાયું હતું. આ અકસ્માતમાં દંપતિ ગંભીર રીતે ઘાયલ થતા તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની પ્રાથમિક માહિતી પ્રમાણે સિસ્મ હોસ્પિટલ જવાના રસ્તે બ્રિજ પરથી એક નશામાં ધૂત યુવાન પુરપાટ ઝડપે કાર હંકારીને આવતી પહેલા એક કાર સાથે અથડાયા બાદ રોડની સાઈડમાં ચાલી રહેલા એક દંપતીને અડફેટે લીધુ હતું. આ અકસ્માત બાદ રાહદારીઓએ કાર ચાલકનો પીછો કર્યો હતો પણ કાર ચાલક કાર ખુલ્લા ખેતરમાં મૂકીને ફરાર થઈ ગયો હતો. સ્થાનિકોના કહેવા પ્રમાણે કાર ખુબ જ ઓવર સ્પીડમાં આવી રહી હતી. આ મામલે ટ્રાફિલ પોલીસમાં ફરિયાદ નોંધાતા કારચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ અકસ્માતમાં કાર ચાલક કાર મુકીને ભાગી જતા બાદમાં કારની તપાસ કરતા કારની અંદરથી એક બેંક પાસબુક મળી આવી હતી. આ ઉપરાંત દારુની બોટલો પણ મળી આવી હતી. આ પાસબુકને આધારે કાર ચાલકનું નામ સત્યમ શર્મા જાણવા મળ્યુ હતું. આ મામલાની વધુ તપાસ કરતા BMW કાર માલિકનું નામ શ્રીક્રિષ્ના શર્મા જાણવા મળ્યુ હતું. આ BMW કાર શ્રીક્રિષ્ના શર્માનો પુત્ર ચલાવતો હતો. આ ઉપરાંત સત્યમ શર્મા કાર રેસિંગનો શોખીન પણ હતો. સત્યમ શર્માનો પરિવાર મૂળ UPના ગ્વાલિયરનો છે.


હાલ છટણીની મોસમ ચાલી રહી છે. કોસ્ટ કટિંગના ભાગ રૂપે અનેક કંપનીઓ કોસ્ટ કટિંગ કરી રહી છે. મોટી ટેક કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ દ્વારા હજારો લોકોને છુટ્ટા કરી દેવામાં આવ્યા છે. જો સૂત્રોનું માનીએ તો, આગામી મહિનામાં વધુ છટણીની અપેક્ષા છે. આ વિકટ પરિસ્થિતિ હોવા છતાં, ભારતમાં હજુ પણ ઘણી કંપનીઓ નોકરી આપી રહી છે. જોબ ઑફર્સના સંદર્ભમાં આઇટી સેક્ટર અગ્રેસર છે. જોબ પોર્ટલ Naukri.com ના ફેબ્રુઆરી 2023 માટેના જોબસ્પીક રિપોર્ટ અનુસાર, ભારતમાં હાયરિંગ સિનેરીયો જાન્યુઆરી 2023 કરતા ફેબ્રુઆરી 2023માં ક્રમિક વૃદ્ધિ દર્શાવે છે, જ્યારે ગયા વર્ષના સમાન મહિનાના સંદર્ભમાં સ્થિતિસ્થાપક રહી હતી. છેલ્લા કેટલાક મહિનામાં રિયલ એસ્ટેટ અને હોસ્પિટાલિટી સેક્ટરમાં ઘટાડા પછી આઇટી સેક્ટરે સકારાત્મક પુનરાગમનનો સંકેત આપ્યો છે. માસિક અહેવાલ  મુજબ, મેટ્રો રોજગાર સર્જનના વિકાસના ડ્રાઇવરો તરીકે ફરી ઉભરી આવી છે. Naukri.com ના ચીફ બિઝનેસ ઓફિસર પવન ગોયાના જણાવ્યા અનુસાર, IT સેક્ટર, જે છેલ્લા ત્રણ મહિનામાં નકારાત્મક વલણો અનુભવી રહ્યું હતું, તેણે ફેબ્રુઆરીમાં 10% ની ક્રમિક વૃદ્ધિ દર્શાવી હતી.