અમદાવાદઃ રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલને સેશન્સ કોર્ટે મોટી રાહત આપી છે. એક વર્ષ સુધી રાજ્યની બહાર જવા માટે હાર્દિક પટેલે કોર્ટની પૂર્વ પરવાનગી નહીં લેવી પડે. જામીનની શરતોમાં સુધારો કરવા માટે હાર્દિક પટેલે અરજીને પગલે કોર્ટે હુકમ કર્યો છે. રાજદ્રોહ કેસમાં કોર્ટની પૂર્વ પરવાનગી વગર રાજ્ય છોડવું નહીં તે પ્રકારની જમીનની શરતમાં સુધારો કરવા માટે હાર્દિકે અરજી કરી હતી.




Surat: AAPમાં ગુરૂવારે મનિષ સિસોદીયાની હાજરીમાં જોડાશે બહુ મોટા ઉદ્યોગપતિ, જાણો કોણ છે આ ધુરંધર ? 


સુરતઃ 2022ની ચૂંટણી પહેલા ગુજરાતમાં વ્યાપ વધારવા આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે. પત્રકાર બાદ હવે ઉદ્યોગ જગત સાથે જોડાયેલા લોકો પર આપની નજર છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા આવતીકાલે સુરત આવશે. ડાયમંડ અને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા અને સમાજ સેવા કરતા મોટા ચહેરાને આપમાં જોડે તેવી શક્યતા છે. સુરતમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ હોવાથી પાટીદાર સમાજનો મોટો ચેહરો આપમાં જોડાય તેવી શક્યતા છે. 


Surat : AAPનો ભાજપને વળતો  જવાબઃ આપમાં જોડાયેલા યુવાનો ભાજપના જ કાર્યકરો હોવાના પુરાયા કર્યા જાહેર
સુરત : ભાજપે આમ આદમી પાર્ટી (આપ)માં જોડાયેલા કાર્યકરો ભાજપના ન હોવાનો ખુલાસો કરતા આપએ વળતો જવાબ આપ્યો છે. આપમાં જોડાયેલા કાર્યકર્તા ભાજપના જ કાર્યકર્તા હોવાની રસીદો જાહેર કરી છે. આપમાં જોડાયેલા કાર્યકરો ભાજપના જ હોવાના પુરાવા સમાન રસીદ જાહેર કરી છે. 


સુરતમાં આપમાં જોડાયેલા ભાજપના કાર્યકર્તાઓએ સભ્યપદની રસીદ જાહેર કરી હતી. સુરતમાં ભાજપને તિલાંજલિ આપી કાર્યકરો આપમાં જોડાઇ રહ્યાં હોવાની સમયાંતરે તેજ બનેલી ગતિવિધીને પગલે ભાજપે ખુલાસા કરવા પડ્યા હતા.  પ્રેસ કોન્ફરન્સ યોજી આપને પડકાર ફેંક્યો હતો કે, જે કાર્યકર્તાઓ જોડાયાનો દાવો કરો છો તે ભાજપના પ્રાથમિક સભાસદ હોવાના પુરાવા જાહેર કરો. 


આ પડકાર પછી ભાજપમાંથી આપમાં જોડાયેલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પોતાના સભ્યપદની રસીદો જાહેર કરી હતી. ભાજપમાંથી આપમાં જોડાયેલા વિપુલ સખીયાએ પુરાવા આપ્યા હતા. ભાજપમાં મહામંત્રીના પદ ઉપર રહેલા વિપુલ સખીયાએ જણાવ્યું કે, હું છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં પ્રમાણિક અને નિષ્ઠાપૂર્વક કામ કરતો હતો. પરંતુ જે રીતે ભાજપના કેટલાક નેતાઓ કે જે પોતાની આસપાસ રહેતા અને ચમચાગીરી કરતા હોય તેવા જ કાર્યકર્તાઓને આગળ લાવવા માટેનું કામ કરે છે. જે જોઈને હું ખરેખર દુઃખી હતો.


પાર્ટીમાં ઓછા સમયથી આવેલા યુવા નેતાઓને પણ મોટા હોદ્દાઓ અને જવાબદારી આપવાનું ષડયંત્ર ભાજપના કેટલાક કદાવર નેતાઓ કરે છે.  તે માત્ર પોતાની લોબી મજબૂત બનાવવા માટે આ પ્રકારે સંગઠનમાં ખેલ કરે છે.  જે ભાજપ રાજકીય સંગઠન માટે આદર્શ ગણાતી હતી તે હવે માત્ર સત્તા લાલસા પૂરતી સીમિત રહી ગઈ છે. આપમાં જોડાયા તે ભાજપના કાર્યક્રમોમાં હાજર રહ્યા હોવાના પુરાવ આપ્યા.