અમદાવાદઃ શહેરના યુવકને ભૂલથી એફબી કોલ કરવો ભારે પડી ગયો છે. ફેસબુક પર ભૂલથી થઇ ગયેલ કોલની યુવકને સજા મળી છે. પાંચ થી છ લોકોએ યુવકને માર માર્યો હતો. લોખંડની પાઇપ વડે માર મારી ધમકી આપી હતી. મારી પત્ની ને ફોન કેમ કરે છે કહીને યુવકને ફટકાર્યો હતો. નિકોલ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી. યુવકનું ફેસબુક એકાઉન્ટ જોતા ભૂલથી યુવતીને કોલ લાગી ગયો હતો.
Patan : યુવકોને યુવતીઓના ફોટા બતાવી શરીરસુખ માટે અપાતી પ્રપોઝલને પછી તો.....
પાટણઃ વેબસાઈટ પર યુવતીઓના સારા સારા ફોટા દેહવ્યાપાર માટે બતાવી ઓનલાઈન ઠગાઈ કરતા ત્રણ ઈસમો ઝડપાયા છે. પાટણ સાયબર ક્રાઈમ સેલે યુવતીઓના ફોટો બતાવી ડિપોઝીટ પેટે ઓનલાઈન ઠગાઈ કરતા ત્રણ શખ્સો ઝડપી પાડ્યા છે. દેહવ્યાપારના બાને ત્રણ ઈસમો ડિપોઝીટ પેટે રૂપિયા પડાવી ઓનલાઈન ઠગાઈ કરતા હતા.
પ્રકાશ ઠાકોર (રહે. મેઘપર, અંજાર કચ્છ), વિશાલ વાળંદ (રહે. અંજાર કચ્છ) અને રવિ ભેરુસિંહ સોલંકી (રહે. સાદાસ બનેડા રાજસ્થાન) વાળાને ઝડપી પાડ્યા છે. પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ ઈસમો સામે નોંધાઇ પોલીસ ફરિયાદ.
અમદાવાદઃ શહેરના બાપુનગરમાં યુવતીને તેના જ સમાજના યુવકે પ્રેમજાળમાં ફસાવીને અલગ અલગ હોટલોમાં લઈ જઈને અનેક વખત પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. યુવતીએ લગ્ન કરવાનું કહેતા યુવક ઉશ્કેરાઇ ગયો હતો. તેમજ યુવતી સાથેના સંબંધો તોડી નાંખ્યા હતા. યુવતીએ આ અંગેની પરીવારને જાણ કરી હતી. બાદમાં યુવતીએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, બાપુનગરમાં રહેતી 27 વર્ષીય યુવતીને તેના જ સમાજના એક યુવકના સંપર્કમાં આવ હતી. વારંવાર સામાજિક પ્રસંગોમાં મળવાનું થતાં તેને યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને મોબાઇલ નંબરની આપલે કર્યા પછી મેસેજ અને ફોનથી વાતો કરતા હતા. આ સમયે યુવકે યુવતીને લગ્નની લાલચ આપી હતી અને મળવા માટે બોલાવી હતી.
યુવતી મળવા આવતાં યુવક તેને હોટલમાં લઈ ગયો હતો અને અહીં તેની સાથે શરીરસુખ માણ્યું હતું. આ સમયે યુવતીએ શરીરસુખ માટે ઇનકાર કર્યો હતો, પરંતુ આપણે લગ્ન કરવાના જ છે ને તેમ કહીને સંબંધ બાંધ્યા હતા. આ પછી તો યુવકને ઇચ્છા થાય ત્યારે તેને મળવા બોલાવતો હતો અને અલગ અલગ હોટલમાં લઈ જઈને તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો.
દરમિયાન બે દિવસ પહેલા પહેલા યુવક અને યુવતી મળ્યા હતા. આ સમયે પણ યુવક તેને એક હોટલમાં લઈ ગયો હતો અને બંનેએ શરીરસુખ માણ્યું હતું. અહીં યુવતીએ લગ્નની વાત કરતાં જ યુવક ઉશ્કેરાઇ ગયો હતો અને લગ્ન કરવા નથી તેમ કહીને ઝઘડો કરી ત્યાંથી નીકળી ગયો હતો. આમ, પોતાની સાથે દગ્ગો થયો હોવાનું જણાતા યુવતીએ પરિવારને વાત કરી હતી. આ પછી યુવતીએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.