અમદાવાદ: અમદાવાદ શહેરમાં ખૂબ જ મોટાપાયે ડ્રગ્સ નેટવર્ક બની રહ્યું હોય તેમ લાગે છે.  શહેરમાં છેલ્લા ઘણા સમયથી પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. મહિલાઓ પણ હવે ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાઈ રહી છે. અન્ય રાજ્યોમાંથી ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં આવતો હોવાની માહિતી છે. ડ્રગ્સનું વેચાણ કરનારાઓને કાયદાનો કોઈ  પ્રકારનો ડર નથી તેમ લાગી રહ્યું છે. 


નાના ચિલોડા પાસેથી 3.16 લાખની કિંમતનું MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.  31.6 ગ્રામ MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત 4 લોકોની એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. 




અઝહર શેખ નામનો આરોપી વોન્ટેડ જાહેર કરાયો છે. નાના ચિલોડા પાસેથી 3.16 લાખની કિંમતનું 31.640 ગ્રામ M.D. ડ્રગ્સ ઝડપાયું છે. આ ડ્રગ્સ સાથે એક મહિલા સહિત 4ને પોલીસે ઝડપી લીધા છે. ચારેયની ઓળખ કાઝીમઅલી ઉર્ફે વસીમ, સબ્બીરમીંયા ઉર્ફે જગ્ગો, નઈમુદ્દિન અને  વિશાખા ઉર્ફે રીવોલ્વર રાની તરીકે થઈ છે. અઝહર શેખ નામના આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.



આરોપીના નામ


1. કાઝીમઅલી ઉર્ફે વસીમ
2. સબ્બીરમીંયા ઉર્ફે જગ્ગો
3. નઈમુદ્દિન
4. વિશાખા ઉર્ફે રીવોલ્વર રાની



આ ડ્રગ્સના કેસમાં પોલીસે કુલ 4 લાખ 42 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર કેસમાં પોલીસે મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.  અઝહર શેખ નામના આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે. 


નાકાબંધીમાં MD ડ્રગ્સના જથ્થા સાથે એક મહિલા સહિત મુંબઇના ત્રણની ધરપકડ 


અમદાવાદ શહેરમાંથી ફરી એક વખત પ્રતિબંધિત એમ.ડી.ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. આ ડ્રગ્સ સાથે રામોલ પોલીસ દ્વારા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. રામોલ પોલીસે એમ.ડી.ડ્રગ્સના જથ્થા સાથે મુંબઇના ત્રણ લોકોની ધરપકડ કરી છે, ધરપકડ કરવામાં આવેલા ત્રણ લોકોમાં એક મહિલા તેમજ બે પુરૂષનો સમાવેશ થાય છે.


એમ.ડી.ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો


આરોપીઓ પાસેથી 376 ગ્રામ 600 મિલિગ્રામનો એમ.ડી.ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. હાલ તો આ પ્રતિબંધિત ડ્રગ્સની બજારમાં કિંમત 37 લાખથી વધુ થવા જાય છે. પોલીસને શંકા ના જાય તે માટે આ લોકોએ એક 22 વર્ષીય મહિલાને પણ પોતાની સાથે રાખી હતી. પોલીસે આ ત્રણેય લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રામોલ સીટીએમ એક્સપ્રેસ હાઈવે પાસે નાકાબંધી વખતે ત્રણેય આરોપી ઝડપાયા છે.  મુંબઈથી એમડી ડ્રગ્સનો જથ્થો લઈને આવ્યા હોવાની કબુલાત કરી છે.