Gujarat Rain: હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી પાંચથી સાત દિવસ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહીંવત છે. હળવા વરસાદી છાંટા કેટલાક વિસ્તારોમાં પડી શકે છે. હાલ માછીમારો માટે દરિયો ખેડવા કોઈ સૂચના નથી. કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી ભારે વરસાદની શક્યતા નહીંવત છે.

ચોમાસાના વિરામ વચ્ચે અમદાવાદના ત્રણ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ઔદ્યોગિક એકમોમાં વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા અંગે તપાસ કરવામાં આવી તો મચ્છરના પોરા મળી આવ્યા ત્યાં પણ દંડ ફટકારવાની કામગીરી કરવામાં આવી હતી.  અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી વધુના સમયથી વરસાદનો વિરામ છે.આ તરફ AMC ના આરોગ્ય વિભાગએ મચ્છરજન્ય રોગચાળા ઉપર કાબુ મેળવવા શરૂ કરી કામગીરી.સાદા મેલેરિયા અને ઝેરી મેલેરિયાના કેસમાં વધારો થતાં શહેરના ઉત્તર,પૂર્વ અને દક્ષિણ ઝોનમાં આવેલા ઔદ્યોગિક એકમોમાં તપાસ શરૂ કરવામાં આવી.અમદાવાદ મહાનગરપાલિકાની ટીમો દ્વારા ચોમાસાની ઋતુમાં 543 સ્થળોએ નોટિસ આપવામાં આવી છે.જેમાં વરસાદી પાણીના નિકાલ અને ભોંયરામાં અને ધાબાના સ્થળે પાણી ન ભરાવવા દેવા સૂચના આપવામાં આવી હતી.જે બાદ પણ સુચનાની અવગણના કરતા એકમ સામે તપાસ શરૂ કરવામાં આવી હતી.






આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદને લઈને નવી આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, ગુજરાતમાં ઓગસ્ટનો ચોથો રાઉન્ડ પણ ભારે વરસાદ લાવશે. આ સાથે જ તેમણે ઓગસ્ટમાં કેમ વરસાદ ઓછો રહેશે તેનુ કારણ પણ જણાવ્યું છે.  અંબાલાલ પટેલે આગાહી કરી કે, જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં વરસાદ ઓછો વરસશે.  જો કે ઓગસ્ટમાં પણ વરસાદના ભારે ઝાપટા વરસશે. બંગાળના ઉપસાગરમાંથી વેલમાર્ક લો પ્રસરે ઓગસ્ટમાં વરસાદી સિસ્ટમને ખોરવી નાંખી છે. આ ઉપરાંત પૂર્વીય દેશોમાં એક ચક્રવાતે બંગાળના ઉપસાગરનો બધો વરસાદ ખેંચી લીધો છે. આ જ કારણે  વાતાવરણમાં ભેજ ઓછો છે. ગુજરાત અને મધ્યપ્રદેશ તરફ વરસાદ ઓછો પડશે.






હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી 9 થી 13 ઓગસ્ટ વચ્ચે અનેક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે. અંબાલાલના આંકલન મુજબ, 9 ઓગસ્ટે વરસાદની એક સિસ્ટમ સર્જાતા ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદ પડશે. જો કે આ વરસાદ પૂર લાવે તેવો નહીં હોય, રાજ્યના અનેક વિસ્તારોમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ આ સિસ્ટમ લાવશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આશ્લેષા નક્ષત્ર હોવાથી વરસાદ પાક માટે નુકસાનકારક છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદ પડશે.