Cold Wave: આજથી રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે, વહેલી સવારથી જ ઠંડા પવનો ફૂંકાવવાના શરૂ થઇ ગયા છે. તાજા અપડેટ પ્રમાણે, આજે અમદાવાદમાં તાપમાનનો પારો ગગડીને 14 ડિગ્રીએ પહોંચતા સમગ્ર શહેર ઠંડુગાર બન્યુ છે. એટલુ જ નહીં 14 કિમીની ઝડપથી પવનો ફૂંકાવવાનું પણ અનુમાન કરવામાં આવ્યુ છે.
મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં આજથી ઠંડી વધશે, જે ઉત્તરાયણ સુધી યથાવત રહેશે. હવામાન વિભાગ અનુસાર, અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં આજ ગુલાબી ઠંડીનો અનુભવ થયો છે. આંકડા પ્રમાણે, અમદાવાદમાં આજે ન્યૂનત્તમ તાપમાન 14 ડિગ્રીએ પહોંચતા લોકો ઠૂંઠવાયા છે, જ્યારે અમદાવાદનું ઉચ્ચતમ તાપમાન 26 ડિગ્રી નોંધાયુ છે. અનુમાનો પ્રમાણે, રાજ્યામાં 14 કી.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, અને દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. ગુજરાતમાં સતત બીજા દિવસે ઠંડીનો પારો ગગડ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં બે ડિગ્રી કરતા પણ વધારે તાપમાન ગગડ્યું છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ બે ડિગ્રી જેટલું તાપમાન નીચું ગયું છે. જેના પગલે ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે.
નલિયામાં તાપમાન ગગડીને 6 ડિગ્રી નજીક પહોંચ્યું
અત્યારે સમગ્ર ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે ત્યારે મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ગગડવાની સાથે નલિયામાં પણ એક ડિગ્રી તાપમાન ઘટ્યું છે. સોમવારના રોજ રાજ્યમાં 6.4 ડિગ્રીથી લઈને 19.1 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં 6.4 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 19.1 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે ત્યારે રાજ્યના પાટનગર અને મેટ્રો સિટીમાં પણ તાપમાનનો પારો ગગડ્યો છે. અમદાવાદમાં અને ગાંધીનગરમાં બે ડિગ્રી જેટલી ઠંડી વધતાં લોકો ઠુંઠવાયા હતા. ગાંધીનગરમાં તાપમાન ઘટીને 11.7 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. અમદાવાદમાં 15 ડિગ્રીથી તાપમાન ગગડીને 13.5 ડિગ્રીની સપાટીએ નોંધાયું હતું. અત્યારે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં તાપમાન માઈનસમાં પહોંચેલું છે અને સાથે સાથે હીમ વર્ષા પણ થઈ રહી છે. જેની અસર ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં થઈ રહી છે. આ ઉપરાંત ગુજરાતમાં પણ ઠંડા પવનો ફૂંકાતા લોકો ઠુંઠવાઈ રહ્યા છે. આગામી દિવસોમાં પણ ગુજરાતમાં હાડથીજવથી ઠંડી પડવાની હવામાન વિભાગની ધારણા છે.
આ પણ વાંચો
Gujarat: આગામી 7 દિવસ ઠંડી વધશે, 12 થી 8 જાન્યુઆરી વચ્ચે આ વિસ્તારોમાં માવઠાની આગાહી