Ahmedabad Atal Bridge: અમદાવાદની સાબરમતી નદી પર બનાવવામાં આવેલા અટલબ્રિજનો કાચ તૂટ્યો છે. સદનસીબે કોઈ મોટું ડેમેજ થયું નથી. કાચ ઉપર સ્ટેન્ડ મૂકી જગ્યા કોર્ડન કરવામાં આવી છે. અટલબ્રિજના વચ્ચેના ભાગે મૂકવામાં આવેલો બાજરીયો કાચ તૂટ્યો છે. ગરમીના કારણે તાપ અને મોટા પ્રમાણમાં મુલાકાતીઓના ધસારાના કારણે કાચ તૂટ્યો હોવાનું અનુમાન છે. તકેદારીના ભાગરુપે તૂટેલા કાચ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.


80 કરોડના ખર્ચે બન્યો છે અટલ બ્રિજ


સાબરમતી નદી ઉપર રુપિયા 80 કરોડથી વધુના ખર્ચ સાથે બનાવવામાં આવેલા અટલફૂટ ઓવરબ્રિજ ઉપર ચાર સ્થળે લગાવવામા આવેલા કાચ પૈકી એક સ્થળે લગાવેલા કાચમા તિરાડ પડતા મ્યુનિ.તંત્ર દોડતુ થઈ ગયુ હતું.27 ઓગસ્ટ, 2022ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અટલફૂટ ઓવરબ્રિજનુ લોકાર્પણ કરવામા આવ્યુ હતુ.તિરાડ પડેલા કાચના આસપાસના વિસ્તારને બેરીકેડસથી કોર્ડન કરી લેવાયો છે.આગામી ચારથી પાંચ દિવસમાં તૂટેલા કાચના સ્થાને નવો કાચ લગાવવામા આવશે.


સાત મહિના અગાઉ શહેરમાં આઈકોનિક એવા અટલફૂટ ઓવરબ્રિજનુ લોકાર્પણ કરવામા આવ્યુ એ સમયે બ્રિજ નિર્માણને લઈ મ્યુનિસિપલ વહીવટીતંત્ર અને સત્તાધીશો તરફથી અનેક પ્રકારના દાવા કરવામા આવ્યા હતા. બુધવારે બપોરના સમયે અટલફૂટ ઓવરબ્રિજ ઉપર લગાવવામા આવેલા કાચમા તિરાડ પડી હોવાની જાણ થતા મ્યુનિ.તંત્રના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.કાચમાં તિરાડ પડવાની ઘટના અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આઈ.કે.પટેલે કહયુ,તંત્રને જાણ થતા જ જે સ્થળે કાચમા તિરાડ પડી છે એ સ્થળની આસપાસના વિસ્તારને કોર્ડન કરી લેવાયો હતો. ઉપરાંત મુલાકાતીઓ આ સ્થળની આસપાસ જાય નહી એ માટે સિકયોરીટી ગાર્ડ પણ ફરજ ઉપર મુકવામા આવ્યા છે.


ભાજપનો 44મો સ્થાપના દિવસ


ભારતીય જનતા પાર્ટી આજે તેનો 44મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. વર્ષ 1980માં આ દિવસે ભારતીય જનતા પાર્ટીની શરૂઆત થઈ હતી. પહેલા તેનું નામ જનસંઘ હતું જે 1977માં જનતા પાર્ટીમાં ભળી ગયું હતું. ભાજપના મહાસચિવ તરુણ ચુગે જણાવ્યું હતું કે, તેના સ્થાપના દિવસના અવસર પર, પાર્ટીએ 6 એપ્રિલ 2023 થી 14 એપ્રિલ, ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ સુધી એક વિશેષ સપ્તાહ મનાવવાનો નિર્ણય કર્યો છે. કાર્યક્રમનું ઉદ્ઘાટન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કરશે. આ અવસર પર તમામ કાર્યકરો પીએમ નરેન્દ્ર મોદીનું સંબોધન સાંભળશે