અમદાવાદમાં એસજી હાઈવે પર લાંબો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. પ્રહલાદનગરથી YMCA સર્કલ સુધી ભારે ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે. સિક્સ લેનની કામગીરીના કારણે એક તરફનો રોડ બંધ કરાયો  હતો. પ્રશાસનના અણઘડ આયોજનના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. આયોજન વગર એક તરફનો રોડ બંધ કરાતા લોકો અટવાયા હતા. ટ્રાફિક જામના કારણે નોકરીએ જતા લોકો ટ્રાફિકમાં અટવાયા હતા. YMCAથી પ્રહલાદનગર ચાર રસ્તા તરફ જવાના રોડ પર ડાયવર્ઝન અપાયું છે. પ્રહલાદનગર જતા વાહનચાલકોને કોર્પોરેટ હાઉસ તરફથી જવાની ફરજ પડી રહી છે.

Continues below advertisement

સિક્સ લેનની કામગીરીના કારણે પ્રહલાદનગરથી YMCA સર્કલ સુધી ભારે ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે. આયોજન વગર એક તરફનો રોડ બંધ કરાતા વાહનચાલકો અટવાયા હતા.

નોંધનીય છે કે એસ.જી.હાઈવે પર કર્ણાવતી ક્લબ પાસે ઓવરબ્રિજ બની રહ્યો છે અને આ ઓવરબ્રિજના પીલ્લરો ઉપર ગર્ડર લગાવવાની કામગીરી કરવાની હોવાથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. સાણંદ, સરખેજ તરફથી આવતો નાના તથા મોટા વાહન વાળો ટ્રાફિક વાય.એમ.સી.એ. ક્લબ તરફથી ડાબી બાજુ વળીને ભગવાન સર્કલથી જમણી બાજુ વળી ઝવેરી સર્કલ થઈ જમણી બાજુ વળી કર્ણાવતી ક્લબ થઈ એસ.જી.હાઈવે ઉપર થઈ અલગ-અલગ માર્ગો ઉપર જઈ શકશે. ત્યારે ઈસ્કોનથી સરખેજ તરફ જતો રોડ વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ રહેશે. એસ.જી.હાઈવે પર કર્ણાવતી ક્લબ પાસે બની રહેલા ઓવરબ્રિજને કારણે વાહનચાલકોને પસાર થવા માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. કર્ણાવતી ક્લબથી YMCA ક્લબ તરફ જતો 100 મીટરનો એક તરફનો રોડ આગામી 6 મહિના સુધી બંધ રહેશે. મહત્વનું છે કે ટ્રાફિક પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું. 

Continues below advertisement

અમદાવાદમાં વરસાદે વિરામ લીધો છે તેમ છતાં રોડ-રસ્તા પર  પાણી ભરાવવાની સ્થિતિ છે. વરસાદના કારણે રોડ-રસ્તા પર ઠેર-ઠેર ખાડા પડી ગયા છે. આ ખાડામાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. જેના કારણે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને અકસ્માતનો ખતરો છે. ગોતા વિસ્તારના મુખ્ય અને આંતરિક રોડ ડિસ્કો રોડ બની ગયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રોડ-રસ્તાના સમારકામનો દાવો કર્યો હતો.