અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે સોમવારે 1900 લોકો પાસેથી 7,02,850નો દંડ વસુલ કર્યો છે. જેમાં પીયુસી વગરના 2 લોકોને 1000નો દંડ, હેલ્મેટ વગર 622 લોકો પાસેથી 3,11,000 રૂપિયા દંડ, સીટ બેલ્ટ વગર 226 લોકો પાસેથી 1,13,000 રૂપિયા દંડ અને ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવાનો 9 લોકોને 5000 રૂપિયા દંડ વસૂલાયો છે.
મુખ્યત્વે ટ્રાફિક સાઈન ભંગના 49 કેસ, ગેરકાયદે પાર્કિંગના 398 કેસ, હેલ્મેટ વગરના 622 કેસ, સીટ બેલ્ટ ન બાંધ્યા હોય તેવા 226 કેસ, ડાર્ક ફિલ્મના 48 કેસ, ત્રણ સવારી 362 કેસ, લાઇસન્સ વગરના 50 કેસ કરાયા હતા. 7થી14 સપ્ટેમ્બર સુધીમાં 124 સરકારી કર્મીઓ દંડાયા હતા. સરકારી કર્મીઓ પાસેથી 13,100 રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.
અખબારે છાપ્યું બેન સ્ટોક્સના સાવકા પિતા સાથે જોડાયેલે 31 વર્ષ જૂનું રહસ્ય, જાણીને લાગી જશે આંચકો
ડાઉનલોડિંગ સ્પીડમાં પણ જિયોનો દબદબો, અન્ય કંપનીઓ છે ઘણી પાછળ