અમદાવાદઃ શહેરના CTM રામોલ ઓવરબ્રિજ પર બે બાઈક સામસામે ટકરાયા હતા. જેમાં એક બાઈક સવારનું મોત ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે દંપતી ગંભીર છે. બે બાઈકના અકસ્માતને પગલે CTM રામોલ ઓવરબ્રીજ પર ટ્રાફિકજામ થયો હતો. 


આ અકસ્માતમાં ૨૩ વર્ષના બાઈક ચાલકનું ઘટના પર જ મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જ્યારે અન્ય બાઈક પર દપંતી નીચે પટકાતા બન્ને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા  ૧૦૮ મદદથી એલજી હોસ્પિટલ ખસેડાયા હ તા. ટ્રાફિક પોલીસે ઘટના સ્થળ પર પહોંચી એડિ દાખલ કરી તપાસ હાથ ધરી હતી. 


રવિવારે રાતના સમયે સીટીએમ રામોલ ઓવરબ્રિજ પર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોતને ભેટેલા યુવકની હજુ સુધી કોઈ ઓળખ થઈ શકી નથી. જ્યારે બીજા બાઈક પરનું દંપતી ઘાયલનું થયું હતું. અકસ્માતની ઘટનાની જાણ થતાં ખોખરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.


અકસ્માત બાદ CTM રામોલ ઓવરબ્રિજ પર ટ્રાફિક જામ થયો હતો. ખોખરા પોલીસે ભારે જેહમત બાદ ટ્રાફિકને રાબેતા મુજબ કરવા મહેનત કરવી પડી હતી. અકસ્માત અંગે આઈ ડિવિઝન પોલીસને સૂચિત કરીને ખોખરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Ahmedabad : અજાણી યુવતીની વિકૃત હાલતમાં લાશ મળી આવતાં ખળભળાટ

અમદાવાદઃ શહેરના વસ્ત્રાલ રિંગ રોડ પર અવાવરું જગ્યાએથી યુવતીની વિકૃત હાલતમાં લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. ઝાડીઓમાંથી અજાણી યુવતીની કોહવાયેલી અને કરડેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. શરીર કેટલોક ભાગ  ન હોવાથી અનેક તર્કવિતર્કો સર્જાયા છે. 


રામોલ પોલીસે પંચનામું કરી લાશને પીએમ માટે મોકલી અજાણી યુવતીની ઓળખ માટે તપાસ હાથ ધરી છે. રિંગરોડ પર વસ્ત્રાલ તળાવ અને સ્મશાનગૃહની સામેની ઝાડીમાંથી અજાણી યુવતીની લાશ અંગે જાણ થતાં રામોલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. લાશને જોતા કૂતરાઓએ કમરનો ઉપરનો ભાગ કરડી ખાધો છે. હાલમાં અજાણી યુવતીની ઓળખ થઈ થઈ શકી નથી.