અમદાવાદઃ  શહેરના મણીનગર રેલવે ક્રોસિગ પાસે બે વિદ્યાર્થીઓ મંગળવારે સાંજે જબલપુર- સોમનાથ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવ્યા હતા. જેમાં એકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મળતી વિગત પ્રમાણે, અંડરપાસ બહાર પોલીસ ન પકડે તે માટે રીક્ષામાંથી બે વિદ્યાર્થીને ઉતાર્યા  હતા. રીક્ષામાં કુલ છ વિદ્યાર્થીઓ સવાર હતા.

જે દરમિયાન રેલવેના પાટા ઓળંગતી વખતે આ ઘટના બની હતી. વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસીસથી રીક્ષામાં ઘરે જઈ રહ્યા હતા ત્યારે બનાવ બન્યો હતો. બંને વિદ્યાર્થીઓની ઉંમર 15 વર્ષ અને નામ સૈયમ જૈન તથા તનિશ સુરાણા હોવાનું જાણવા મળ્યું છે. જે પૈકી તનિશ સુરાણાનું મોત થયું હતું અને સૈયમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.



અકસ્માતની જાણ બંને વિદ્યાર્થીઓ સાથે ટ્યુશન ક્લાસીસથી પરત ફરતાં બચી ગયેલા 4 વિદ્યાર્થીઓએ જણાવતાં સમગ્ર બનાવ સામે આવ્યો હતો.  વિદ્યાર્થીઓ ગોરધનવાડી ટેકરા ગોરધનવાડી ટેકરા ખાતે આવેલા તેમના ઘરે પરત ફરતી વેળા રેલવેના પાટા ક્રોસ કરતાં હતા ત્યારે બે વિદ્યાર્થીઓ ટ્રેનની અડફેટે આવ્યા હતા. તમામ વિદ્યાર્થીઓ હાથીજણની આનંદનિકેતન સ્કૂલમાં અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું છે.

રાશિફળ 27 જાન્યુઆરીઃ આ રાશિના જાતકોને થઈ શકે છે નુકસાન, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ