• અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવતીકાલે, ૧૦ જૂન, ૨૦૨૫ (મંગળવાર) ના રોજ સવારે પાણીકાપ રહેશે.

  • ચાંદખેડા, રાણીપ, પાલડી, થલતેજ, અને સરખેજ સહિત પશ્ચિમ અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં પાણીનો પુરવઠો ઉપલબ્ધ જથ્થા મુજબ અપાશે.

  • જેટકો કંપની દ્વારા જાસપુર ૪૦૦ MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ૬૬ KV સબસ્ટેશનમાં પ્રી-મોન્સૂન મેન્ટેનન્સ માટે ૯ જૂને ૮ કલાકનું શટડાઉન લેવાયું હતું.

  • પાણીકાપને ધ્યાનમાં રાખીને લોકોને પાણીનો સંગ્રહ કરી લેવા વિનંતી કરાઈ છે.

  • ૧૧ જૂન, ૨૦૨૫ (બુધવાર) થી તમામ વિસ્તારોમાં પાણીનો પુરવઠો રાબેતા મુજબ થઈ જશે.


Ahmedabad water cut alert: (Ahmedabad) અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારના (Western Ahmedabad) નાગરિકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. આવતીકાલે, ૧૦ જૂન, ૨૦૨૫ ને મંગળવારે, સવારે પાણીકાપ (Water Cut) રહેશે. ચાંદખેડા, (Chandkheda) રાણીપ, (Ranip) પાલડી, (Paldi) થલતેજ, (Thaltej) અને સરખેજ (Sarkhej) સહિત પશ્ચિમ વિસ્તારમાં આવતા મોટાભાગના વિસ્તારોમાં પાણીનો પુરવઠો (Water Supply) ઉપલબ્ધ જથ્થા મુજબ આપવામાં આવશે.

Continues below advertisement


શા માટે રહેશે પાણીકાપ?


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation   AMC) ના વોટર પ્રોડક્શન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પશ્ચિમ વિસ્તારને પાણી પૂરું પાડતા AMC ના જાસપુર (Jaspur) ખાતેના ૪૦૦ MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને (Water Treatment Plant) વીજ પુરવઠો (Power Supply) પૂરો પાડતી જેટકો (GETCO) કંપની દ્વારા આજે, ૯ જૂન, ૨૦૨૫ ને સોમવારે, ૬૬ KV સબસ્ટેશનમાં (Substation) પ્રિ મોન્સૂન (Pre Monsoon) કામગીરી અંતર્ગત મેન્ટેનન્સ (Maintenance) માટે શટડાઉન (Shutdown) લેવામાં આવ્યું હતું. આ શટડાઉન સવારે ૮:૦૦ વાગ્યાથી બપોરના ૪:૦૦ વાગ્યા સુધી એટલે કે ૮ કલાક માટે હતું.


આ શટડાઉનના કારણે જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ૮ કલાક બંધ રહ્યો હતો. પરિણામે, આવતીકાલે ૧૦ જૂન, ૨૦૨૫ ને મંગળવારે પશ્ચિમ વિસ્તારમાં પાણીનો પુરવઠો ઉપલબ્ધ જથ્થા મુજબ જ પૂરો પાડવામાં આવશે.


કયા વિસ્તારોને અસર થશે?


જાસપુર વોટર વર્ક્સમાં થયેલા આ રિપેરિંગ કાર્યને કારણે નદીની પશ્ચિમ તરફના મોટાભાગના નવા વિસ્તારોમાં રેગ્યુલર પાણી પુરવઠો મળશે નહીં. મુખ્યત્વે, ઉત્તર પશ્ચિમ ઝોન, (North West Zone) દક્ષિણ પશ્ચિમ ઝોન (South West Zone) અને પશ્ચિમ ઝોનના (West Zone) અમુક વિસ્તારોને અસર થશે, જેમાં નીચેના વિસ્તારોનો સમાવેશ થાય છે:



  • ચાંદખેડા

  • રાણીપ

  • પાલડી

  • થલતેજ

  • સરખેજ

  • અને આ વિસ્તારોને જોડતી લાઇનના અન્ય વિસ્તારો.


પાણીનો પુરવઠો ક્યારે રાબેતા મુજબ થશે?


AMC દ્વારા જણાવાયું છે કે, ૧૧ જૂન, ૨૦૨૫ ને બુધવારથી તમામ વિસ્તારોમાં પાણીનો પુરવઠો રાબેતા મુજબ આપવામાં આવશે.


અમદાવાદીઓને અપીલ કરવામાં આવી છે કે, આવતીકાલે પાણીકાપને ધ્યાનમાં રાખીને આજે જ પાણીનો જરૂરી સંગ્રહ કરી લે.