અમદાવાદઃ ચોમાસાની સિઝનમાં જૂની ઇમારતો ધરાશાયી થવાની ઘટનાઓ બનવાની સિલસિલો શરૂ જ છે. થોડા દિવસો પહેલા અમદાવાદના બોપલમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ હતી ત્યારે આજે  નિકોલમાં પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની હતી. કાટમાળમાં 7 મજૂરો દટાયા હતા. જેમને સલામત રીતે બહાર કાઢીને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.


મળતી માહિતી પ્રમાણે એસ.પી. રીંગ રોડ પાસે આવેલા નિકોલમાં ભોજલધામ પાસે પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થયો હતો. કોર્પોરેશન આ પાણી ટાંકી બનાવી રહ્યું હતું. ટાંકીનું બાંધકામ થઈ રહ્યું હતું ત્યારે સ્થાનિક કોર્પોરેટરે તેની ગુણવત્તાને લઈ સવાલ ઉઠાવ્યા હતા. સ્થાનિક કોર્પોરેટર યોગીબેન પટેલ, હીરાબેન મગનભાઈ પટેલ, ગૌતમ કથિરીયા, બળદેવભાઈ પટેલે ટાંકી બનતી હતી ત્યારે જ તેમાં તિરાડો પડી હોવાની અધિકારીઓને ફરિયાદ કરી હતી. અધિકારીઓએ કોર્પોરેટરની ફરિયાદ રફે દફે કરી કામગીરી પૂર્ણ કરી હતી. દરમિયાન આજે કર્મચારીઓ ટાંકીનુ ધાબુ પૂરવા ગયા ત્યારે તેમના પર સ્લેબ પડ્યો હતો.



કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ નિકોલમાં ટાંકી ધરાશાયી થઈ તે મુદ્દે નિવેદન આપતાં જણાવ્યું કે, બોપલ અને નિકોલની ઘટના સરકારના ભ્રષ્ટાચારની દેન છે. રૂપાણી સરકાર આટલી ઘટનાઓ પછી પણ સબ સલામતનું રટણ કરે છે. ભાજપના શાસકોએ શહેરીજનોને ભ્રષ્ટાચારની ભેટ આપી છે.

‘ભારત આઝાદ થયું ત્યારે ખબર ન હતી પણ કાશ્મીર આઝાદ થયું એની અનુભૂતિ કરી’, BJPમાં સામેલ થયા બાદ ગુજરાતના જાણીતા કલાકારનું નિવેદન, જાણો વિગતે

અનુષ્કા શર્માએ બિકિનીમાં શેર કરી તસવીર, કોહલીએ કરી આવી કોમેન્ટ, જાણો વિગત

જાણીતા ભજનીક હેમંત ચૌહાણ સહિતના દિગ્ગજ કલાકારો ભાજપમાં થયા સામેલ, જાણો વિગતે